કેરીને ફળોનો રાજા કહેવામાં આવે છે. ત્યારે કેરી પાકી હોય કે કાચી, દરેકને ભાવે જ છે. તેવા સમયે વર્તમાન સમયમાં કાચી કેરીની સીઝન ઉનાળાનાં આકરા તાપ સાથે શરુ થઇ ચુંકી છે. તો ઉનાળામાં લૂ અસરથી બચવામાં કાચી કેરીનાં ગુણ ખૂબ મહત્વની ભૂમિકા ભજવે છે. અને એટલે જ તેનો આપણાં રોજનાં આહારમાં સમાવેશ કરવો એ જરુરી છે.
અહિં કેટલીક એવી પાક વિધીની વાત કરીશુ જે આપણને કાચી કેરીનાં વિવિધ સ્વરુપે સ્વાદ રખાડે છે.
– અથાણું : અથાણા બનાવવાની સીઝનને હજુ થોડીવાર છે પરંતુ કાચી કેરીનું તાજુ અથાણું અત્યારે બજારમાં મળતી કુણી કાચી કેરી એટલે ખખટીમાંથી બનાવી શકાય છે. આ ઉપરાંત આખા વર્ષ માટે ગોળ કેરી અને મસાલાથી ભરપૂર ખાટુ અથાણું તેમજ મુખત્વે અને છૂંદો બનાવી શકાય છે.
– આમ પન્ના : આમ પન્ના એ કાચી કેરીમાંથી બનતુ એક લાજવાબ પીણું છે જે તડકાથી લૂ માં ખૂબ જ અસરકારક સાબિત થાય છે. તડકામાંથી આવ્યા બાદ આમ પન્ના પીવાથી શરીરમાં એનર્જી અને ઠંડકનો અહેસાસ થાય છે.
– સલાડ : કાચી કેરીના અથાણાની જેમ જ કાચી કેરીનો સંભારો અથવા સલાડ પણ ભોજનનો એક ભાગ છે. જેમાં કાચી કેરીનાં નાના-નાના ટુકડા કરી તેમાં મીઠુ…. મરચું..ધાણાજીરું, ગોળ, વગેરે ઉમેરી ભોજનમાં સાથે લઇ શકાય છે.
– ચટણી : આ એક ખૂબ જ સુંદર રેસીપી છે જેમાં કાચી કેરીની સાથે ફુદીનો, કોથમીર, લીલુ મરચું, મીઠું, આદુ, લસણને સપ્રમાણ મિક્સમાં ક્રશ કરી ચટણી તૈયાર કરવામાં આવે છે. જેને જમવા સાથે તેમજ નાસ્તાની કોઇપણ વ્યંજન સાથે લઇ શકાય છે જે સ્વાદની સાથે-સાથે સ્વાસ્થ્યમાં પણ વધારો કરે છે.
– દાળ : જ્યારે તમે કોઇપણ પ્રકારની દાળ બનાવો છો તેમાં ખટાશ તો જોઇએ જ. દાળમાં ખટાશ માટે લીંબુ કે આમલીની જગ્યાએ કાચી કેરીનાં ૩-૪ ટુકડા ઉમેરો અને દાળના એક નવા સ્વાદને માણો.