વાહન ચોરી અને રાત્રે દારૂની મહેફીલ છાંકટા બનતા નબીરાઓનો આશ્રય સ્થાન
સિવિલ હોસ્પિટલ એટલે વિવાદોનું એપી સેન્ટર હોય તેમ તબીબો, નર્સીંગ સ્ટાફ, સામાજીક કાર્યકરો અને કર્મચારીઓ કોઈને કોઈ બહાને સતત વિવાદમાં રહે છે. આ તમામ વિવાદોનું મુખ્ય કારણ હોસ્પિટલમાં પડયા પાથર્યા રહેતા અસામાજીક તત્વો કારણભૂત હોવાનું જાણકારો કહી રહ્યા છે. સીવીલ હોસ્પિટલમાં પડયા પાથર્યા રહેતા કેટલાક લેભાગુ તત્વોએ પોતાનો અડ્ડો બનાવી દીધો છે. લુખ્ખા તત્વો સામાજીક કાર્યકરોના ઓઠા તળે હોસ્પિટલ તંત્ર પાસે પોતાની મનમાની કરાવી અને ચોકકસ પ્રકારનાં અયોગ્ય કામ કરાવવાનો કાળો કારોબાર ચલાવતા હોવાનું પ્રકાશમાં આવ્યું છે.સિવિલ હોસ્પિટલમાં પડયા પાથર્યા રહેતા અને તબીબો સાથે આંખોની ઓળખાણ ધરાવતા લુખ્ખા તત્વો કેસબારી દવાબારી, એકસરે વિભાગ, ગેરકાયદેસર વાહન પાર્કિંગમા પોતાની ધાક જમાવે છે.
દર્દીઓની લાંબી કતારો હોવા છતા પણ પોતાના લાગતા વળગતા દર્દીઓને ઘુસાડી દેતા હોય છે. લાઈનમાં ઉભેલા દર્દીઓ જો તેમના સામે અવાજ ઉઠાવે તો તેઓ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા હોય છે. આ ઉપરાંત સીવીલ હોસ્પિટલ જાણે રીક્ષા સ્ટેન્ડ બન્યું હોય તેમ રીક્ષા ચાલકો હોસ્પિટલના ગ્રાઉન્ડમાં રિક્ષાના ધુમરામાર્યા કરે છે. જેના કારણે દર્દીનાં સ્ટેચરને એક વોર્ડમાંથી બીજા વોર્ડમાં ટ્રાન્સફર કરવા અને દર્દીને લઈને આવતી એમ્બ્યુલન્સને પણ ઈમરજન્સી વોર્ડ સુધી પહોચવામાં ટ્રાફીકનો સામનો કરવો પડે છે.
આ તમામ સમસ્યાઓ અંગે હોસ્પિટલ તંત્રને જાણ હોવા છતાં પણ તંત્ર આંખ આડા કાન કરીને ભેદી મૌન ધારણ કરીને બેઠું છે. તંત્રની બેદરકારીના કારણે જ સીવીલ હોસ્પિટલ આવા‚ તત્વનો અડ્ડો બની રહી છે. જેના કારણે સારવાર અર્થે આવતા દર્દીઓ અને દર્દીના સંબંધીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,