રજાના દિવસોમાં કચેરી ચાલુ રાખવાની જાહેરાત ન કરાતા કાગડા ઉડયા: કચેરીઓ ખાલીખમ્મ

માર્ચ એન્ડીંગના કારણે આજે અને આવતીકાલે બે દિવસ રજા હોવા છતાં સબ રજીસ્ટ્રાર કચેરીઓ ચાલુ રાખવામાં આવી છે. તંત્રએ અગાઉ  સબ રજીસ્ટ્રાર કચેરીઓ ચાલુ રાખવા અંગેની જાહેરાત ન કરતા કર્મચારીઓમાં કાગડા ઉડયા હતા કચેરીઓ આજુ ખાલી ખમ હાલતમાં જોવા મળી હતી. DSC 2063

નાણાંકિય વર્ષ પુરૂ થવાને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે જીલ્લા વહીવટી તંત્ર દ્વારા શહેરની સબ-રજીસ્ટ્રાર કચેરીઓ રજાના દિવસોમાં પણ ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આજરોજ મહાવીર સ્વામી જન્મ જયંતિ તેમજ આવતીકાલે ગુડ ફ્રાઇડેની જાહેર રજા છે છતાં પણ માર્ચ એન્ડીંગના કારણે શહેરની સબ રજીસ્ટ્રાર કચેરીઓ બે દિવસ ચાલુ રાખવામાં આવી છે. તંત્ર દ્વારા કચેરીઓ રજાના દિવસે ચાલુ રહેશે તેવી જાહેરાત ન કરાતા આજે કચેરીઓ ખાલીખમ હાલતમાં જોવા મળી હતી.DSC 2058

દરરોજ અરજદારોનાં ધસારાથી ધમધમતી સબરજીસ્ટ્રાર કચેરીઓ આજે રજા દિવસે કાર્યરત રાખવા છતાં અરજદારોને તેનો લાભ મળ્યો ન હતો.તંત્રએ સબ રજીસ્ટ્રાર કચેરીઓ રજાના દિવસોમા પણ કાર્યરત રહેવાની છે. તેવી અગાઉ જાહેરાત કરી ન હતી.જેથી અરજદારો પોતાના દસ્તાવેજી કામ રજાના દિવસોમાં પૂર્ણ કરાવી શકયા નથી આવતીકાલના રોજ ગુડ ફ્રાઇડેની જાહેર રજામાં પણ સબ રજીસ્ટ્રાર કચેરીઓ કાર્યરત રહેવાની છે જેની અરજદારોએ નોંધ લેવી.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.