દ્રૌણા ફાઉન્ડેશન ટાટા ઈન્સ્ટિટયુટ ઓફ સાયન્સ એસ.વી.ઈ. હબ રાજકોટ થતા સિસ્ટર નિવેદિતા ફાઉન્ડેશનના સંયુકત ઉપક્રમે બી.વોક એટલે બેચરલ ઓફ વોકેશન નામના કોર્સ માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બહોળી સંખ્યામાં વિર્દ્યાથીઓ અને વાલીઓ ઉપસ્તિ રહ્યાં હતા.
‘અબતક’ સોની વાતચીત દરમિયાન દ્રૌણા ફાઉન્ડેશન કોલેજના સેન્ટર હેડ પૂજાબેને જણાવ્યું કે ટાટા ઈન્સ્ટિટયુટ ઓફ સોશિયલ સાયન્સ યુનિવર્સિટી જે મુંબઈમાં છે તેનો આપણી કોલેજમાં બી.વોકનો કોર્ષ કરાવીએ છીએ. જેમાં આપણે સ્પેશ્યલાઈઝેશન સેલ્સ અને માર્કેટિંગ અને ફાયનાન્સ ઘણા લોકોને પ્રશ્ર્નો હોય છે કે બી.વોક છે શું ? બી.વોક એ ૩ વર્ષનો ડિગ્રી કોર્ષ છે. પરંતુ આ એડવાન્સ કોર્ષ છે. કારણ કે અહીંયા છોકરાઓ ફકત અભ્યાસ જ ની કરતા.
સવારે અભ્યાસ પછી તેમને ઈન્ટનશીપ કરવાની હોય છે તેથી તેમને અભ્યાસ સો જોબ એકસ્પીરીયન્સ પણ મળે છે. જેમ સી.એ.માં આર્ટિકલશીપ જરૂરી છે તેમ બી.વોકમાં ઈન્ટનશિપ જરૂરી છે. અમારા સેમીનારમાં ૧૦૦ કરતા પણ વધુ લોકો જોડાયા છે અને સેમીનારમાં બી.વોક વિશેની માહિતી આપવામાં આવી છે.
‘અબતક’ સોની વાતચીત દરમિયાન ધ્વનિ દાવડાએ જણાવ્યું છે કે બી.વોકના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે અને બી.વોકના અભ્યાસની સાથે ઈન્ટરશિપ કરું છું. હું એજયુકેશનલ કાઉન્સીલીંગ આપું છું. કરીયર કાઉન્સીલીંગમાં મદદ કરું છું, સેમીનાર કરવામાં આવ્યો છે તે ખાસ કરીને બી.વોકની અવેરનેશ માટે કરવામાં આવ્યો છે કે બી.વોક કોર્ષ કઈ રીતે થાય છે. તેને લઈને માહિતી આપવામાં આવી છે.
બી.વોક એ ધોરણ-૧૨ પછી તો. ટાટા ઈન્સ્ટિટયુટ ઓફ સોશિયલ સાયન્સ દ્વારા થતો કોર્ષ છે. આ કોર્ષ ૩ વર્ષનો કોર્ષ છે. આ કોર્ષમાં વિર્દ્યાથી પકત અભ્યાસ જ ની કરતો તે કમાઈ પણ શકે છે. ઈન્ટરનશીપ કરી તેમને કંપની દ્વારા સ્ટાઈપન્ડ આપવામાં આવતો હોય છે.