ડોકટર્સ ગ્રુપ ઓફ કરાઓકે ફેન કલબ રાજકોટ દ્વારા હેમુગઢવી હોલ ખાતે સંગીત સંધ્યાના કાર્યક્રમનું આયોજન તબીબો ‘અબતક’ની મુલાકાતે
ડોકટર્સ ગ્રુપ કરાઓકે ફેન કલબ રાજકોટ દ્વારા આગામી શનિવારે હેમુગઢવી હોલ ખાતે સંગીત સંધ્યાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજકોટ શહેરના જાણીતા તબીબો દર્શકો સમક્ષ ફિલ્મી ગીતો રજૂ કરશે. સંગીત સંધ્યા વિશે વિસ્તૃત માહિતી આપતા ડો.રાજેશ તેલી, ડો.જનક ઠક્કર, ભૂમિબેન ઠકકર, ડો.બ્રિજ તેલી, ડો.હિરેન કોઠારી, ડો.ઋત્વીજ તેલી, ડો.પા‚લબેન કાલરીયા અને વનાબેન તેલીએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.
સંગીત એ ભક્તિ, પ્રેમ તેમજ સહજ ધ્યાન અનુભૂતિનો સરળ માર્ગ છે. ત્યારે શહેરના જાણીતા તબીબોનું ગ્રુપ આગામી શનિવારે હેમુ ગઢવી મેઈન હોલ ખાતે યોજાનાર સંગીત સંધ્યાના કાર્યક્રમમાં લોકોને નવા તા જૂના ફિલ્મી ગીતો કરાઓકેના માધ્યમી પીરસશે. સ્ટ્રેસ તેમજ ભાગદોડ ભરી જીંદગીમાં નિજાનંદ મેળવવા માટે ડોકટર્સ ગ્રુપ ઓફ કરાઓકે ફેન કલબ રાજકોટની સપના ઈ હતી. ડો. રાજેશ તેલીના પ્રયાસોથી આ ગ્રુપનો મોટો ચાહક વર્ગ ઉભો યો છે.
ડો.રાજેશ તેલીએ જણાવ્યું કે, તબીબી મિત્રોનું ગ્રુપ છેલ્લા ૧૦ વર્ષી આ પ્રકારના આયોજન કરી રહ્યું છે. કાર્યક્રમ વચ્ચે અને સ્ટેજ પરી દર્શકોને સ્વાસ્થ્ય અંગેની પણ માહિતી આપીએ છીએ. ઉપરાંત સરકારી યોજના વિશે પણ લોકોને વાકેફ કરીએ છીએ. આ સો કોઈ ગરીબ દર્દી માટે મદદની અપીલ પણ સ્ટેજ પરી કરીએ છીએ. ૨૦૦૬માં પહેલો કરાઓકેનો કાર્યક્રમ રજૂ કર્યો હતો. ત્યારબાદ અમારો એક અનોખો ચાહક વર્ગ ઉભો યો છે.
વધુમાં તેઓએ કહ્યું હતું કે, તેઓની પત્ની વંદનાબેન તેલી, પુત્રી ડો. ઋત્વી તેલી અને પુત્ર ડો.બ્રિજ તેલી પણ કરાઓકે કાર્યક્રમમાં તેઓની સો જોડાય છે. ડોકટર્સ ગ્રુપ ઓફ કરાઓકે ફેન કલબ રાજકોટ દ્વારા સંગીત સંધ્યાનો કાર્યક્રમ શનિવારના રોજ રાત્રે ૯ કલાકે હેમુગઢવી હોલ ખાતે યોજાનાર છે. જેમાં ઉપસ્તિ રહેવા નિમંત્રણ પાઠવવામાં આવે છે.