મનની શકિતમાં પ્રચંડ વધારો કરી ભાજપના સંનિષ્ઠ કાર્યકર્તા પાર્ટીની વિધારધારાને સમાજના ખૂણે ખૂણે સુધી વ્યાપ્ત કરી રાષ્ટ્રોત્થાનમાં વાહક બને: ભંડેરી
રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણીના માર્ગદર્શન હેઠળ તેમજ ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરીની આગેવાનીમાં અને પૂર્વ શહેર ભાજપ પ્રમુખ ભીખાભાઈ વસોયા, ધારાસભ્ય ભાનુબેન બાબરિયા, શહેરના મેયર ડો.જૈમન ઉપાધ્યાય, શહેર ભાજપ મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કર પટેલ, ડેપ્યુટી મેયર ડો.દર્શિતાબેન શાહ, શાસક પક્ષના નેતા અરવિંદ રૈયાણી, દંડક રાજુભાઈ અઘેરા, શિક્ષણ સમિતિના ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુરની પ્રેરક ઉપસ્થિતિમાં ભાજપના સંનિષ્ઠ કાર્યકર્તાઓનું મનોબળ વધુ મજબુત બનાવવા તેમજ સમાજના ઉત્કર્ષમાં વધુ મદદ‚પ બને તેવા શુભ આશયથી શહેર ભાજપ દર શહેરના હેમુગઢવી હોલ ખાતે ડો.જીતેન્દ્ર અઢીયા દ્વારા ‘પ્રેરણાનું ઝરણુ’ સેમીનાર યોજાયો.
આ પ્રસંગે ધનસુખભાઈ ભંડેરીએ જણાવ્યું હતું કે આ પ્રકારના મોટીવેશનલ સેમીનાર થકી ભાજપના સંનિષ્ઠ કાર્યકર્તા મનથી વધુ પ્રબળ બનશે અને પાર્ટીની વિચારધારાને વધુને વધુ વ્યાપ્ત બનાવશે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે ભાજપના કાર્યકર્તા સમાજ તેમજ રાષ્ટ્રોથાનનું જે ભગીરથ કાર્ય હાથ પર લઈ પરિશ્રમ કરી રહ્યા છે. તેઓ માટે એકાગ્રતામાં વધારો, સર્જનશકિતમાં વિકાસ, વાણી વર્તનમાં વધુ સબળતા જેવી અનેક સકારાત્મક બાબતોમાં વધુ ઉમેરો થશે. વધુમાં જણાવતા ધનસુખભાઈ ભંડેરીએ કહ્યું હતું કે આગામી દિવસોમાં ભાજપના કટિબદ્ધ કાર્યકર્તાઓ વધુ વેગવંતા બની ૨૦૧૭ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને ભવ્ય વિજય પ્રાપ્ત કરાવશે એ નિશ્ર્ચિત છે.
આ સેમીનારમાં શહેર ભાજપના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ સેમીનારની વ્યવસ્થા રાજકોટ શહેર ભાજપ કોષાધ્યક્ષ અનિલભાઈ પારેખ, શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશ જોશી, કાર્યાલય પરિવારના પી.નલારીયન પંડિત, ચેતન રાવલ, હરીશ ફીચડીયાએ સાંભળી હતી.