કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ દ્વારા પાન કાર્ડને આધાર સાથે જાડવાની સમય મર્યાદા ૩૦ જુન સુધી લંબાવી છે. અગાઉ આ સમય મર્યાદા ૩૧ માર્ચ સુધીની હતી. બોર્ડ દ્વારા જાહેર કરાયેલા આદેશમાં જણાવ્યા મુજબ આવકવેરા રીટર્ન ભરવા માટે પાન કાર્ડને આધાર સાથે જાડવાની સમય મર્યાદા ચર્ચા વીચારણા બાદ લંબાવવામાં આવી છે. આ અગાઉ સર્વોચ્ચ અદાલતે વિવિધ સરકારી યોજનાઓમાં લાભ લેવા માટે આધારને ફરજીયાત બનાવવા માટેની સમય મર્યાદા ૩૧ માર્ચ સુધી વધુ લંબાવવા નિર્દેશ આપ્યા હતા. અદાલતે જણાવ્યું હતું કે જયાં સુધી પાંચ ન્યાયાધીશોની બનેલી પીઠ આધારની બંધારણીયતાને પડકારતી અરજીઓની સુનાવણી પર નિર્ણયના લે ત્યાં સુધી બાયોમેટ્રીક યોજના લાગુ કરવાની સમય મર્યાદા લંબાવવામાં આવે. સરકારે આ ચોથી વાટ સમય મર્યાદા લંબાવી છે. આવકવેરા રીટર્ન ભરવા માટે અને નવા પાન કાર્ડ માટે આધાર કાર્ડ હોવુ અનિવાર્ય છે. ઉલ્લેખનીય છે કે પાંચમી માર્ચ સુધીના આંકડા અનુસાર કુલ ૩૩ કરોડ પાન કાર્ડમાંથી ૧૬ કરોડ ૬પ લાખથી વધુ આધાર કાર્ડ જાડવામાં આવ્યા છે.
એલપીજી,સીમકાર્ડ,કલ્યાણ કારી યોજનાની અવધી વધવામાં આવી છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,