મહાવીરજયંતી પવિત્ર દિવસ ગણાય છે. જૈનો આ દિવસને તહેવાર તરીકે મનાવે છે. આ દિવસને મહાવીર જન્મ કલ્યાણક તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે જૈન ધર્મના ચોવીસમા તેમ જ છેલ્લા તીર્થંકર મહાવીર સ્વામીનો જન્મ થયો હોવાને કારણે મહાવીરજયંતી તરીકે મનાવાય છે. તેમનો જન્મ ભારતીય વૈદિક પંચાગના વિક્રમ સંવત મુજબ ચૈત્ર સુદ તેરસના દિવસે થયો હોવાથી આ દિવસને મહાવીરજયંતી તરીકે પણ ઓળખવામાં આવે છે.

ભગવાન મહાવીરનો જન્મ વર્તમાન બિહારના વૈશાલી જિલ્લામાં પટનાથી 29 માઇલ દૂર આવેલા ‘બેસધા પટ્ટી’ પાસે આવેલા કુંડલગ્રામમાં ચૈત્ર સુદ તેરસના રોજ થયો હતો. તેમના પિતાનું નામ સિદ્ધાર્થ રાજા અને માતાનું ત્રિશલા દેવી હતું. જ્યારે મહાવીર પોતાની માતાના ગર્ભમાં આવ્યા એ સમયથી રાજ્યમાં રિદ્ધિ સંપદા વધી હતી, આથી તેમને વર્ધમાન પણ કહેવાય છે. માતાના ગર્ભમાં તેમના ચ્યવન પછી ઘણી સારી ઘટનાઓ બની હતી. આ સમયે વૃક્ષો પર મોટા પ્રમાણમાં ફૂલો ખીલ્યાં હતાં, રાણી ત્રિશલાને શુભ સ્વપ્નો આવ્યાં હતાં, વગેરે ઘટનાને એક મહાન આત્માના અવતરણનું ચિહન માનવામાં આવે છે.

 happy mahavir jayanti 2018 mahavir swami history mahavir jayanti significance of jain festival

મહાવીરજયંતી પવિત્ર દિવસ ગણાય છે. જૈનો આ દિવસને તહેવાર તરીકે મનાવે છે. આ દિવસને મહાવીર જન્મ કલ્યાણક તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે જૈન ધર્મના ચોવીસમા તેમ જ છેલ્લા તીર્થંકર મહાવીર સ્વામીનો જન્મ થયો હોવાને કારણે મહાવીરજયંતી તરીકે મનાવાય છે. તેમનો જન્મ ભારતીય વૈદિક પંચાગના વિક્રમ સંવત મુજબ ચૈત્ર સુદ તેરસના દિવસે થયો હોવાથી આ દિવસને મહાવીરજયંતી તરીકે પણ ઓળખવામાં આવે છે.

images 15ભગવાન મહાવીરનો જન્મ વર્તમાન બિહારના વૈશાલી જિલ્લામાં પટનાથી 29 માઇલ દૂર આવેલા ‘બેસધા પટ્ટી’ પાસે આવેલા કુંડલગ્રામમાં ચૈત્ર સુદ તેરસના રોજ થયો હતો. તેમના પિતાનું નામ સિદ્ધાર્થ રાજા અને માતાનું ત્રિશલા દેવી હતું. જ્યારે મહાવીર પોતાની માતાના ગર્ભમાં આવ્યા એ સમયથી રાજ્યમાં રિદ્ધિ સંપદા વધી હતી, આથી તેમને વર્ધમાન પણ કહેવાય છે. માતાના ગર્ભમાં તેમના ચ્યવન પછી ઘણી સારી ઘટનાઓ બની હતી. આ સમયે વૃક્ષો પર મોટા પ્રમાણમાં ફૂલો ખીલ્યાં હતાં, રાણી ત્રિશલાને શુભ સ્વપ્નો આવ્યાં હતાં, વગેરે ઘટનાને એક મહાન આત્માના અવતરણનું ચિહન માનવામાં આવે છે.

पुरिसा! सच्चमेव समभिजाणाहि।

सच्चस्स आणाए से उवट्ठिए मेहावी मारं तरइ॥

સત્ય વિશે મહાવીર સ્વામી કહે છે કે હે પુરૂષ! તુ સત્યને જ સાચું તત્વ સમજ. જે બુદ્ધિમાન સત્યની જ આજ્ઞામાં રહે છે તે મૃત્યુને તરીને પાર કરી જાય છે.

निच्चकालऽप्पमत्तेणं मुसावायविवज्जणं।
भासियव्वं हियं सच्चं निच्चाऽऽउत्तेणदुक्करं॥

તેઓ કહે છે પ્રમાદમાં પડ્યાં વિના હંમેશા અસત્યનો ત્યાગ કર. સાચું બોલ. લોકોનું હિત કરે તેવું બોલ. હંમેશા આવું સત્ય બોલવું મુશ્કેલ હોય છે.

अप्पणट्ठा परट्ठा वा कोहा वा जइ वा भया।
हिंसगं न मुखं बूया नो वि अन्नं वयावए॥

મહાવીરજી કહે છે ના તો પોતાના લાભ માટે જુઠુ બોલો કે ન તો બીજાના. ક્રોધમાં આવીને પણ જુઠ ન બોલશો અને ભયમાં આવીને પણ જુઠ ન બોલશો. અન્યને કષ્ટ આપનાર ના પોતે અસત્ય બોલવું જોઈએ કે ન બીજાઓની પાસે અસત્ય બોલાવડાવું જોઈએ.

तहेव फरुसा भाषा गुरुभूऔवघाइणी।
सच्चा वि सा न वत्तव्वा जओ पावस्स आगमो॥

તેઓ કહે છે કે જો સાચી વાત પણ કડવી હોય, તેનાથી કોઈને દુ:ખ પહોચતું હોય, પ્રાણીઓની હિંસા થતી હોય તો તે ન બોલવું જોઈએ. તેનાથી પાપનું આગમાન થાય છે.

तहेव काणं काणे त्ति पंडगं पंडगे त्ति वा।
वाहियं वा वि रोगि त्ति तेणं चोर त्ति नो वए॥

મહાવીરજીએ તો અહીંયા સુધી કહ્યું છે કે કાણાને કાણો કહેવો, નપુંસકને નપુંસક કહેવો, રોગીને રોગી કહેવો, ચોરને ચોર કહેવો આ બધી વાતો તો સત્ય છે પરંતુ તેવું કહેવું યોગ્ય નથી. આ લોકોને દુ:ખ થાય છે.

मुहुत्तदुक्खा उ हवंति कंटया, अओमया ते वि तओ सुउद्धरा।
वाया दुरुत्ताढि दुरुद्धराणि, वेराणुबन्धीणि महब्भयाणि॥

મહાવીરજી કહે છે કે લોખંડનો સળીઓ ઘુસી જાય તો થોડીક વાર જ દુ:ખ થાય છે અને તે સરળતાથી નીકળી પણ જાય છે. પરંતુ વ્યંગ્ય બાણનો કાંટો જો એક વખત હૃદયની અંદર ઘુસી જાય તો તેને ક્યારેય પણ કાઢી નથી શકાતો. તે વર્ષો સુધી અખળતો રહે છે. તેનાથી વેર ઉભા થાય છે અને ભય ઉત્પન્ન થાય છે.

अपुच्छिओ न भासेज्जा भासमाणस्स अन्तरा।
विट्ठिमंसं न खाएज्जा मायामोसं विवज्जए॥

તેમણે એવું પણ કહ્યું છે કે કોઈના પુછ્યા વિના જવાબ પણ ન આપશો અને બીજા કોઈની વચ્ચે બોલશો પણ નહી. પીઠ પાછળ કોઈની નિંદા પણ ન કરશો. બોલવામાં પણ કપટ ન ભરશો.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.