જીવદયા ગ્રુપ અને જંકશન પ્લોટ ઉપાશ્રયના ઉપક્રમે ચબુતરો, ગાય, ત્રાજવામાં કબુતર તથા જીવદયાના આબેહુબ બેનર્સ
જૈનમ દ્વારા મહાવીર જયંતીની ભવ્યાતીભવ્ય શોભાયાત્રામાં રાજકોટ જીવદયા ગ્રુપ તથા જંકશન પ્લોટ ઉપાશ્રયનાં સહયોગથી જીવદયાપ્રેમી ઉપેનભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ ૬૫ કાર્યકર્તાઓ દ્વારા જીવદયા થીમનો ફલોટ તથા ૨ પાલનું સુંદર સંચાલન ચૌધરી હાઈસ્કુલ કરવામાં આવશે. જૈનમ દ્વારા આયોજીત ફલોટ ભાયશત્રામાં આવતીકાલ સવારે ૮ કલાકે કિશાનપરા ચોકથી શરૂ થશે. જીવદયા ફલોટની અંદર મુખ્યત્વે ચબૂતરો રાખી તેની અંદર પક્ષીના ચણ અને પાણી માટેના કુંડા, માળા રાખવામાં આવશે.
તીર્થકર ભગવાન શાંતીનાથ ભગવાનનો પૂર્વ ભવ મેઘરથ રાજા જેમણે એક કબૂતરને બચાવવા પોતાના શરીરનાં ટુકડાઓ કરી ત્રાજવામા ખુદ બેસી ગયા આ ઉદાહરણ પૂરૂ પાડતી થીમ રાખવામાં આવશે. તેમજ મોટી ડમી ગાય સુકૂ ઘાસ ખાતી હોય તેવું પણ દર્શાવવામાં આવશે. સમાજમાં અનુકંપા, અહીંસા અને અબોલ જીવો પ્રત્યે કરૂણાની ભાવના જાગૃત થાય તે હેતુને સાર્થક કરતો આ ફલોટ બનાવવામાં આવ્યો છે.
આ ફલોટમાં જીવદયાના સૂત્રો અંગદાન સંકલ્પ, પર્યાવરણને બચાવવાના સૂત્રો, પાણીને બચાવવા અંગેના સૂત્રો, સ્વચ્છતા સંબંધી સૂત્રો, પ્રદુષણ મૂકત ભારત તેમજ માસાંહારથી થતા ગેરફાયદાઓ વગેરેને આવરી લઈ સરસ મજાનો ફલોટ બનાવવામાં આવશે. આ ફલોટ ને સફળ બનાવવા માટે જીવદયાગ્રુપ રાજકોટ તેમજ જંકશન પ્લોટ ઉપાશ્રયનાં કાર્યકરો તેમજ વડીલોની ટીમ જીવદયાપ્રેમી ઉપેનભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ સર્વ ભીખુભાઈ ભરવાડા, પ્રકાશભાઈ મોદી, નીરવ સંઘવી, રાજુભાઈ મોદી, હિતેષભાઈ દોશી, ભરતભાઈ બોરડીયા, નીખીલભાઈ શાહ, પારસ મોદી, હેમા મોદી, સમીર કામદાર, જયદીપભાઈ ભરવાડા, હીરેન કામદાર, હરીશભાઈ બદાણી, હેતલબેન મહેતા, હર્ષભાઈ મહેતા, અલ્કાબેન બોરડીયા, આરતીબેન દોશી, ઋષભ વખારીયા, નીપુલ અજમેરા, ચીરાગ કોઠારી, પારસ કાનમેરીયા, ભદ્રેશ કોઠારી વીરલ કાનમેરીયા, વીમલભાઈ શેઠ, રમેશભાઈ દોમડીયા જંકશન પ્લોટ યુવક મંડળ તથા જીવદયા ગ્રુપના સર્વે કાર્યકરોની ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,