આયલેન્ડ પર સૈન્ય માટે આંતરમાળખુ વિકસાવવાના ભારત સાથેના કરારોને આફ્રિકન દેશ સીસેલ્સે રદ કર્યા
સોશ્યો-ઈકો પોલીટીકસનું પતુ ખોલવામાં મોદી સરકાર આગવી શૈલી ધરાવે છે પરંતુ આંતરરાષ્ટ્રીય કુટનીતિમાં પીએમ મોદીને વધુ એક ધકકો લાગ્યો છે. ઈસ્ટ આફ્રિકાનો દેશ સીસેલ્સે ભારત સાથેની મીલીટ્રી ડીલ બ્લોક કરી નાખી છે. સીસેલ્સમાં ભારત સાથે સૈન્ય કરારોનો ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે જેના પરિણામે સિસેલ્સે આ કરારો રદ કરી નાખ્યા છે.
બે માસ પહેલા ભારત અને સિસેલ્સ વચ્ચે સૈન્ય અને આંતરમાળખાકીય સુવિધાઓ વિકસાવવા માટે કરારો થયા હતા. આયલેન્ડ પર મીલીટ્રી ઈન્ફ્રાસ્ટ્રકચર ઉભુ કરવા એમઓયુ સાઈન થયા હતા પરંતુ સીસેલ્સે તે રદ કરી નાખ્યા છે. જેણે પીએમ મોદીની વિદેશી કુટનીતિને મોટો ઝટકો પહોંચાડયો છે. તાજેતરમાં એક પત્રકાર પરીષદ સંબોધી સીસેલ્સના પ્રમુખ ડેની ફોરે જણાવ્યું હતું કે તેઓ આ કરારો બ્લોક કરે છે અને આગામી એપ્રિલ માસમાં યોજાનારી નેશનલ એસેમ્બલીમાં પણ તેઓ ભાગ લેશે નહીં.
જણાવી દઈએ કે, સીસેલ્સના પ્રમુખ ફોરે તાજેતરમાં જ ભારતની મુલાકાત લીધી હતી અને ઈન્ટરનેશનલ સોલાર એલાયન્સના સમીટના ઉદઘાટનમાં હાજરી આપી હતી. જણાવી દઈએ કે, ઈન્ડિયન ઓસન આયલેન્ડનેશન પર મીલીટ્રી માટે એક આંતરમાળખું ઉભુ કરવા વર્ષ ૨૦૧૫માં કરારો થયા હતા. જયારે પીએમ નરેન્દ્ર મોદી સીસેલ્સની મુલાકાતે ૨૦૧૫માં ગયા હતા તે દરમિયાન આ મુદે વાટાઘાટો થઈ હતી પરંતુ આ એગ્રીમેન્ટ મુદો સીસેલ્સ પાર્લામેન્ટે વાંધાઓ રજુ કરતા તેના મોડુ થયું હતું.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,