બિમાર બહેનને મળવાને બહાને પાક.વડાપ્રધાને સાહિદ ખકાન અમેરિકી વાઈસ પ્રેસિડેન્ટ માઈક પેન્સને મળ્યા
આવુ તો પાકિસ્તાનમાં જ શકય છે ! પાકિસ્તાનનાં વડાપ્રધાન સાહિદ ખકાન તાજેતરમાં ગુપ-ચુપ રીતે અમેરીકાની મુલાકાતે જતા એરપોર્ટ પર તેમની રૂટીન તલાશીના દ્રશ્યો બહાર આવતા પાકિસ્તાનની જનતામાં રોષ ફાટી નિકળ્યો છે. બિમાર બહેનને મળવાના બહાને સાહિદ ખકાન અમેરીકી વાઈસ પ્રેસીડેન્ટ માઈક પેન્સ સાથે ગુપ્ત મીટીંગ કરી હોવાના અહેવાલો સાંપડી રહ્યા છે.
સામાન્ય રીતે કોઈપણ દેશના સર્વોચ્ચ હોદા પર બેઠેલી વ્યકિતને પ્રોટોકોલ મુજબ વર્તવાનું હોય છે પરંતુ આતંકવાદીઓની ફેકટરી સમાન પાકિસ્તાનનાં વડાપ્રધાન સાહિદ ખાન રાજદ્વારી પાસપોર્ટ હોવા છતાં ચૂપચાપ રીતે અમેરિકાની મુલાકાતે જતા એરપોર્ટ પર તેમનો કોટ ઉતરાવી બેગ મુકાવી સલામતી ચેકિંગમાંથી બહાર નિકળવું પડયું હતું. જેનો વિડીયો વાયરલ થતા પાકિસ્તાનની પ્રજામાં રોષ ફાટી નિકળી પડયો છે અને અખબારો અને ટીવી ચેનલોમાં બે દિવસથી આ મુદો જોરશોરથી ચગ્યો છે.
વધુમાં પાકિસ્તાની મીડિયાએ આ ઘટનાને શરમજનક બતાવી ૨૨ કરોડ લોકોનું પ્રતિનિધિત્વ કરી રહેલ અને દેશનાં સર્વોચ્ચ હોદા પર બેઠેલી વ્યકિતને શા માટે કોઈ વિદેશ યાત્રા છુપાવવી પડે તે અંગે સવાલો ઉઠાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, પાક. વડાપ્રધાન સાહિદ ખકાન અમેરિકામાં પોતાના બિમાર બહેનની મુલાકાતે ગયા હોવાનું સતાવાર જાહેર કર્યું હતું તો બીજી તરફ પાકિસ્તાનમાં ધમધમતી ૮ કંપનીઓ દ્વારા પરમાણુ વેપાર કરવામાં આવતો હોવાનું અમેરીકાએ જાહેર કર્યું હોય આ મામલે પાક વડાપ્રધાન ખકાનીએ અમેરીકાના વાઈસ પ્રેસિડન્ટ માઈક પેન્સ સાથે મુલાકાત કરી હોવાના પણ અહેવાલો મંગાવી રહ્યા છે.
પાક. વડાપ્રધાનની અમેરિકા મુલાકાત દરમિયાન વાઈસ પ્રેસીડેન્ટ માઈક પેન્સે સતાવાર રીતે જણાવ્યું હતું કે, પાકિસ્તાન આતંકવાદીઓને મદદ કરી રહ્યું છે અને આતંકવાદી જુથોને પ્રોત્સાહન આપવા બાબતે પાકિસ્તાનને વધુ ચિંતા કરવા પણ તેમણે ટકોર કરી હતી. આમ, પાકિસ્તાનના વડાપ્રધાન સાહિદ ખકાનીની ગુપ-ચુપ અમેરિકા મુલાકાતને લઈ પાકિસ્તાનની પ્રજા અને મીડિયામાં માહોલ ગરમાયો છે અને આવુ તો પાકિસ્તામાં જ બની શકે તેવી પણ વ્યાપક ચર્ચાઓ ઉઠી છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,