ટ્રાફિક પોઇન્ટ વધારીને ૨૭માંથી ૫૩નો સ્ટાફ કરાયો:દરેક ટ્રાફિક પોઇન્ટ પર બે ટ્રાફિક પોલીસ સાથે ટી આર બી ના જવાનો ફરજ બજાવશે
મોરબીમાં ટ્રાફિક સમસ્યા નિવારવા પોલીસ દ્વારા નક્કર આયોજન કરવામાં આવ્યું છે.શહેરમાં ૨૭નો ટ્રાફિક સ્ટાફ હતો. જેને વધારીને હવે ૫૩નો ટ્રાફિક સ્ટાફ કરવામાં આવ્યો છે.સાથે ટ્રાફિક પોઇન્ટ પણ વધારી દેવામાં આવ્યા છે.અને દરેક ટ્રાફિક પોઇન્ટ પર બે ટ્રાફિક સ્ટાફ સાથે ટી આર બી ના જવાનો ફરજ બજાવી રહ્યા છે.
મોરબી જિલ્લામાં મહેકમ મુજબ નવો સ્ટાફ આવ્યો છે. મોરબીમાં ટ્રાફિકની ગંભીર સમસ્યા હોવાથી આ નવા સ્ટાફને ટ્રાફિકમાં ફાળવી દેવામાં આવ્યો છે.આ અંગે ટ્રાફિક પી આઈ દાફડાએ જણાવ્યું કે શહેરમાં ટ્રાફિક સમસ્યા નિવારવા માટે નક્કર આયોજન હાથ ધરાયુ છે. જેમાં ખાસ કરીને ટ્રાફિક બ્રાન્ચને અલગ કરવામાં આવી છે.અગાઉ મુખ્ય માર્ગો ટ્રાફિકના પોઇન્ટ હતા. તે સિવાયના માર્ગો પર ટ્રાફિકની સ્થિતિ ગંભીર હતી. જેથી ૮ જેટલા નવા ટ્રાફિક પોઇન્ટ ઉભા કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત અગાઉ ૨૭નો ટ્રાફિક સ્ટાફ હતો. જેને વધારીને ૫૩નો ટ્રાફિક સ્ટાફ કરી દેવામાં આવ્યો છે. એક ટ્રાફિક પી આઈ સહિત ૫૩ ટ્રાફિક પોલીસ તેમજ ૮૦ ટી આર બી નો સ્ટાફ સમગ્ર શહેરમાં ટ્રાફિકનું નિરીક્ષણ કરશે. જ્યારે રેલવે સ્ટેશન, નજરબાગ, બાપુના બાવલા પાસે , કુબેર સિનેમા પાસે શંકર આશ્રમ સહિતના વધારાના ટ્રાફિક પોઇન્ટ ઉભા કરવામાં આવ્યા છે.
ભારે વાહનની જ્યાં પ્રવેશબંધી છે ત્યાં એક એક ટ્રાફિક પોઇન્ટ રાખ્યા છે.જેથી ભારે વાહનોની પ્રવેશબંધીનો ચુસ્ત અમલ થઈ શકે. નવલખી ફાટક અને વીસી ફાટક પાસે ટ્રાફિક જવાનો બે શિપમાં ફરજ બજાવશે. નહેરુ ગેઇટ અને માળીયા ફાટક પાસે બપોરે વધારાના આર ટી બી ના જવાનો મુકવામાં આવ્યા છે. દરેક ટ્રાફિક પોઇન્ટ પર બે ટ્રાફિક સ્ટાફ સાથે ટી આર બી ના જવાનો ફરજ બજાવી રહ્યા છે.હાલ ટ્રાફિક પોઇન્ટની એક ટ્રોલી છે. અને બીજી ટ્રોલીની માંગ કરી છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com