– ઠંડા-પીણાં આપણને આ ગરમીમાં તાજા-માજા રાખે છે.
– ગરમીથી અને લૂ થી બચવા માટે કાચ્ચી કેરી બહુ જ ફાયદાકારક છે.
– ઠંડા-પીણાં આપણા શરીરમાં પાણીની કમી પણ પુરી કરે છે.
૧- ફ્રુટ મેજીક :-
– એક કપ કાપેલા બધા ફ્રુટો (દ્રાક્ષ, સ્ટોબેરી, કીવી, અનાનસ અથવા તો અન્ય કોઇ ફળ-ફ્રુટ)
– બે ચમચી ઓગાળેલી ખાંડ
– બે નાની ચમચી લીંબુનો રસ
– બે મોટી ચમચી આઇસ્ક્રીમ
– ૧/૨ કપ કાપેલો બરફ
– બે-ત્રણ અનાનસના ટુકડાઓ સજાવા માટે
વિધિ :-
– બ્લેંડરના કાપેલા બધા ફ્રુટો, ઓગાળેલી ખાંડ, લીંબુનો રસ, કાપેલા બરફના ટુકડા નાખીને એક મિનિટ માટે ચલાવું.
– બે લાંબો કાંચના ગ્લાસમાં નાખવાનું અને ઉપરથી આઇસ્ક્રીમ નાખવાનો સાથે જ અનાનસના ટુકડાઓથી સજાવીને તરત જ પીરસી દેવાનું.
૨- તરબુચ શેક :-
– ૩ કપ બી કાઢેલા તરબૂચ
– ૧ કપ ઠંડુ દૂધ
– ૨ મોટી ચમચી ખાંડ
– બરફના ટુકડાઓ
વિધી :-
– તરબૂચ, ખાંડ અને દૂધનો ભેગા કરી મિક્સરમાં નાખીને મિક્સરને ત્યાં સુધી ચલાવો કે જ્યાં સુધી તરબૂચના ટુકડાઓ અને દૂધ મિક્સ ન થઇ જાઇ.
– બરફના ટુકડાઓ નાખીને એક વખત પાછુ ચલાવો.
– લાંબા કાંચના ગ્લાસમાં નાખીને પીરસી દ્યો.
૩- મેંગો મસતાની :-
– ૨-૩ મોટી સાઇઝની કેરી
– ૧ કપ નાના ટુકડામાં કાપેલી કેરી
– ૧ મોટી ચમચી કાજુ બારીક કાપેલા
– ૧ મોટી ચમચી કિશમીશ
– ૧ મોટી ચમચી સ્ટોબેરી અથવા તો રોઝનું સિરપ
– ૨ મોટી ચમચી ટુટી-ફુટી
– ૩-૪ ચમચી આઇસ્ક્રીમ (મેંગો અથવા વેનીલા )
– ૧ કપ ફુલ ક્રીમ દૂધ
– ૫-૬ બરફના ટુકડા
– વિધિ :-
– કેરીને કાપીને બ્લેંડરમાં નાખી દ્યો. એમાં દૂધ, ખાંડ અન બરફના ટુકડા નાખી સરસ સ્મૂધ થાઇ ત્યાં સુધી બ્લેંડ કરો.
– એક લાંબા કાંચના ગ્લાસમાં કેરીના કાપેલા થોડાક ટુકડાઓ નાખીને ઉપરથી ૩/૪ ગ્લાસ બ્લેંડ કરતા કેરીને નાખી દ્યો.
– એક મોટી ચમચી આઇસ્ક્રીમ ઉપરથી નાખી પછી કાપેલાં ડ્રાઇ ફ્રુટ અને નાખી દ્યો.
– કાપેલા કેરીના કટકા નાખીને ઉપરથી સિરપ નાખી દ્યો અને તરત જ પીઓ અને પીવડાવો.