વાનગી કોઇ પણ કેમ ન હોય જો તેમા નમક નાખવામાં ન આવે તો તેનો સ્વાદ વ્યર્થ લાગે છે. રસોઇ નમક વિના ફિકી બની જાય છે. પરંતુ ઘણાં લોકો વધારે જ નમક ખાતા હોય છે. તાજેતરમાં સામે આવેલા રિપોર્ટ મુજબ વધુ પ્રમાણમાં મીઠાનું સેવન કરવાથી મગજને નુકશાન પહોંચે છે. અને ડિમેન્ટીયા થઇ શકે છે. જે ખોરાકમાં ૮ ટકા નમકનો ઉ૫યોગ થતો હોય તેમનું માનસિક જોખમ વધી જાય છે. એક અભ્યાસ મુજબ એક ઉંદરને તેના ખોરાકમાં અડધું નમક ખવડાવવામાં આવ્યું. આમ કરતાની સાથે જ તેના શરીરમાં બ્લડ પ્રેશર ધીમું પડી ગયું અને મગજ સુધી પણ લોહી પહોંચતુ બંધ થઇ ગયું.
ત્યારબાદ રિર્સચોએ ઉંદરને સામાન્ય ખોરાક ફરીથી આપવાનું શરુ કર્યુ તેના ઘણા સમય બાદ ઉંદરની માનસિક, શારિરીક સ્થિતિ નિયંત્રણમાં આવી હતી. આમ આપણા શરીર માટે પણ નમક ખૂબ જ હાનિકારક છે માટે ખોરાકમાં વધુ પ્રમાણમાં મીઠાનું સેવન કરવાથી હાંડકા કમજોર પડે છે. ડાયેરિયા સિવાય અન્ય પણ રોગો થાય છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,