ડેટા લીક વોર: ભાજપ-કોંગ્રેસ આમને સામને: પીએમ મોદી ભારતીયની જાસુસી કરાવતા બીગબોસ છે :રાહુલ ગાંધી
ઓફિસિઅલ એપ્લીકેશન વીથ આઇએનસીને કોંગ્રેસે પ્લે સ્ટોરમાંથી ડીલીટ કરી
સોશ્યલ વાયરલને લઇ ભાજપ-કોંગ્રેસમાં વાયરસ ઘુસ્યો છે. કોંગ્રેસે તેની ઓફીસીઅલ એપ્લીકેશન વીથ આઇએનસી પ્લે સ્ટોરમાંથી ડીલીટ કરી નાખી છે. જેથી હવે એન્ડ્રીઇડ ઉપભોકતાઓને માટે આ એપ ઉપલબ્ધ રહેશે નહી. એક તરફ લોકસભાની ચુંટણી નજીક છે તો બીજી તરફ ડેટાલીક વોરે રાજકીય માહોલ વધુ ઉગ્ર બનાવ્યું છે. લોકોના ડેટાનો દુરુપયોગ થતા હોવાનો ભાજપ-કોંગ્રેસ પાર્ટીઓ આક્ષેપ પ્રત્યાક્ષેપ કરી રહી છે.
કોંગ્રેસ અઘ્યક્ષ રાહુલ ગાંધીએ ભાજપની નરેન્દ્ર મોદી નામની એપને નિશાન તાકી કહ્યું છે કે, પીએમ મોદી ભારતીયોની જાસુસી કરાવતા બિગ બોસ છે. આ દરમિયાન કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પ્રવકતા અભિષેક મનુ સંઘવીએ કહ્યું કે, કેન્દ્રની ભાજપ સરકાર એટલે ડેટા લીક સરકાર વર્તમાન સરકારના શાસનમાં જે રીતે બેંક કૌભાંડો છતાં થઇ રહ્યા છે અને ડેટા ચોરી થઇ રહી છે તે પરથી અનેક પ્રશ્ર્નો ઉભા થાય છે. અને મોટો પ્રશ્ર્નનો એ છે કે બેંકોમાં પ્રજાના નાણા અને તેમની ખાનગી વિગતો કેટલી સુરક્ષીત છે.ફ્રેન્ચ સાયબર સિકયુરીટી રીસર્ચર એલીઅલ એલડર્સને કોંગ્રેસ સાથેના વેલ પેજ પર સલામતીને લઇ ઇસ્યુ ઉભા કરતા તુરંત બાદ જ કોંગ્રેસે તેની એપ પ્લે સ્ટોરમાંથી હટાવી નાખી હતી. તેણે કહ્યું કે, વેબ એડ્રેસ (મેમ્બરશીપ) ળયળબયતતવશા.શક્ષભ.શક્ષ
માં એચટીટી પીએસની જગ્યાએ એચટીટીપી પ્રોટોકલનો ઉપયોગ કરવો જોઇએ જે વધુ સુરક્ષીત છે. ભાજપની નમો એપ વિશે ટવીટ કરી આક્ષેપો કર્યા બાદ કોંગ્રેસે તેની એપ ડીલીટ કરી નાખી હતી. અને રાહુલ ગાંધીએ આક્ષેપ મુલ્યો હતો કે ભાજપ નમો એપ દ્વારા ભારતીયો ના ડેટા લીક કરે છે.ડેટા લીક મુદ્દે ભાજપ-કોંગ્રેસ વચ્ચે આંતરીક યુઘ્ધ ફેલાયું છે. રાહુલ ગાંધીના આક્ષેપો બાદ ભાજપે જણાવ્યું હતું કે, નમો એપ સાથેના યુમર્સના ડેટા સુરક્ષીત છે.
તમામ યુઝર્સના ખાનગી ડેટા અન્ય કોઇ હેતુથી ઉપયોગમાં લેવાહે નહી અને યુઝર્સની મંજુરી લીધા વિના અન્ય કોઇ પાર્ટી સાથે વહેંચાશે નહી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,