હંસિકાબેન મણિયાર અમૃત મહોત્સવમાં પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલ અને શંકરસિંહ વાઘેલાએ પણ સંસ્મરણો વાગોળ્યા
રાજકોટના પ્રથમ મેયર સ્વ. અરવિંદભાઇ મણિયારના ધર્મપત્ની હંસિકાબેન મણિયારના ૭૫માં જન્મ દિન નિમિત્તે યોજાયેલા સ્નેહ પર્વમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ઉપસ્તિ રહ્યા હતા.
હંસિકાબેન મણિયાર અમૃત મહોત્સવમાં બોલતા મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું કે રાજકોટ-સૌરાષ્ટ્રના એવા કેટલાય કાર્યકરો છે કે જેમના ઘડતરમાં કેશુભાઇ પટેલ, અરવિંદભાઇ મણિયાર, ચીમનભાઇ શુક્લ, કાંતિભાઇ, પ્રવીણભાઇ મણિયારનો સિંહ ફાળો રહ્યો છે. આ પરિવારો રાજકોટની ઓળખ સમાન બની ગયા છે. રાષ્ટ્ર ભક્તિના કાર્યમાં આ આગેવાનો સો એમની પત્નીઓનો પણ મહત્વનો ફાળો રહ્યો છે.
રૂપાણીએ પોતાના જૂની યાદો તાજી કરતા કહ્યું કે અરવિંદભાઇ મણિયારના અમે માનસપુત્રો હતા અને એ રીતે હંસિકાબેન અમારી દરકાર લેતા હતા. તેમના ઘરે ગમે ત્યારે પણ જઇએ અમને માતૃભાવી આવકાર મળતો હતો.
તેમણે વધુમાં ઉમેર્યું કે વર્ષ ૧૯૬૮ થી ૮૩ સુધી જન સંઘના કાર્યકરો ખૂબ જ મહેનત કરતા હતા. આગેવાનો આક પરિશ્રમ કરી પુષ્કળ પ્રવાસ કરતા હતા. આવા નેતાઓના કારણે પક્ષો લોકહદયમાં સન પ્રાપ્ત કરી શક્યા છે. કટોકટી વખતે અરવિંદભાઇ મણિયાર જેલમાં હતા ત્યારે હંસિકાબેન જેવા કુશળ ગૃહિણી ઘરને દેખભાળ કરતા હતા. મીસાવાસી અન્ય કાર્યકરોના પરિવારની પણ તેમણે ખેવના કરી હતી. તેઓ અરવિંદભાઇ મણિયારના આદર્શ પત્ની સો અનેક કાર્યકરોની માતા અને કાર્યદક્ષ નેતા પણ બની રહ્યા છે. અરવિંદભાઇના આકસ્મિક અવસાન બાદ હંસિકાબેને લડેલી ચૂંટણી એમના નેતૃત્વનો પરિચય આપનારૂ બની રહ્યું. અમે નાના કાર્યકરો તરીકે એ ચૂંટણીમાં પ્રચાર કાર્ય કર્યું હતું.
મુખ્યમંત્રીએ પોતાના ટૂંકા પ્રવચન દરમિયાન હંસિકાબેનને તંદુરસ્તી અને દીઘાર્યુની શુભકામના પણ પાઠવી હતી.
પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ ૫ટેલે શ્રીમતી હંસિકાબેનના સંભારણા અંગે જણાવ્યું હતું કે, હું અરવિંદભાઇ અને શ્રીમતી હંસિકાબેનના લગ્નમાં જામનગર ગયો હતો. શ્રીમતી હંસિકાબેન મણીયાર આદર્શનારીનું ઉદાહરણ છે. આ આદર્શ તેમણે જીવન દ્વારા બતાવેલા છે. શ્રી હંસિકાબેન જીવી ગયા છે.
પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, મારે સ્વ.અરવિંદભાઇ સો ૪૯ વર્ષી સબંધ છે. હંસિકાબેન મણીઆરમાં આદર્શ પત્ની, ગૃહિણી, માતા વિગેરેના ઉમદા ગુણો તેમનામાં જોવા મળે છે.
તેમના જેવા એક આદર્શ બેન અને પવિત્ર મૂર્તિ મેં જોયા ની. લાંબા દીર્ઘાયુ માટે શુભકામના પાઠવી હતી.
શ્રીમતી અંજલીબેન રૂપાણીએ જણાવ્યું હતું કે, હંસિકાબેનનો પરિચય મને ૧૯૭૦માં રાષ્ટ્ર વિકાસના ગ્રામિણ વર્ગમાં યો હતો. તેઓ પાસેી પરફેક્શન અને સંગઠન શીખવા મળેલ છે.
જ્યોતિન્દ્રભાઇ મહેતાએ જણાવ્યું હતું કે,૧૯૭૫માં કટોકટીના સમય વખતે જેલમાં ગયેલા કાર્યકર્તાઓના કુટુંબોને સંભાળવાની મોટી કામગીરી હંસિકાબેન, હંસાબેન આચાર્ય વિગેરે જેવાએ કરેલી છે. સૌરાષ્ટ્રના એક એક કાર્યકર્તાઓના ઘરે જઈને મદદ કરેલ છે. આપણે આ તકે એક શુધ્ધ ગુજરાતી ભાષાની ભેટ આપીએ.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન કલ્પકભાઈ મણીયારે કર્યું હતું.
આ પ્રસંગે શ્રીમતી હંસિકાબેન મણીયાર, પ્રણવ, નિરજ અને મણીયાર પરિવારના સભ્યો, ધારાસભ્યો ગોવિંદભાઈ પટેલ, પૂર્વ મેયર ગોવિંદભાઈ સોલંકી, પૂર્વ સાંસદ ડો. વલ્લભભાઈ કીરીયા, હસુભાઈ દવે, પ્રદેશ ભાજપના પ્રવક્તા મીડીયા ઇન્ચાર્જ રાજુભાઈ ધૃવ, સરગમ ક્લબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા, પૂર્વ ધારાસભ્ય ટપુભાઇ સોલંકી, પ્રવિણભાઈ માંકડીયા, જિલ્લા કલેક્ટર ડો. વિક્રાંત પાંડે, પોલિસ કમિશ્ર્નર અનુપમસિંહ ગેહલોત, શહેર ભાજપ અને સંઘના આગેવાનો, મણીયાર પરિવારના વિગેરે મોટી સંખ્યામાં ઉપસ્તિ રહ્યા હતા.
આ પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે આંતરરાષ્ટ્રીય ડ્રોઇંગ સ્પર્ધામાં વિજેતા યેલ વિર્દ્યાીની કુ. હીર કલ્પકભાઈ દોશી અને અરવિંદભાઈ અને શ્રીમતી હંસિકાબેન મણીયારના જીવન કવન આધારિત ટેલીફિલ્મ તૈયાર કરનાર સમીરભાઇ તા નિર્લોકભાઈનું મોમેન્ટો અર્પણ કરીને સન્માન કરાયું હતું.