કોર્ટ બહાર ‘જસ્ટીસ કલોક’માં કેસના નિકાલ અને પેન્ડીંગ કેસની સંખ્યા દર્શાવાશે: કેન્દ્ર દ્વારા લેવાયો નિર્ણય

દેશની તમામ ૨૪ હાઈકોર્ટમાં જસ્ટીસ કલોક (એલઈડી મેસેજ ડિસ્પ્લે બોર્ડ) મુકવાનો નિર્ણય કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવ્યો છે.આ ડિસ્પ્લે બોર્ડમાં દરરોજ તા કેસોના નિકાલ પેન્ડીંગ કેસ અને કેસના રેન્કીંગ દર્શાવવામાં આવશે. ન્યાયતંત્ર અંગે લોકોમાં જાગૃતિ લાવવા માટે ગત વર્ષે વડાપ્રધાન મોદીએ વિચાર મુકયો હતો.

જેના ભાગટરૂપે તમામ હાઈકોર્ટમાં એલઈડી મેસેજ ડિસ્પ્લે બોર્ડ મુકવામાં આવશે. આ બોર્ડના કારણે હાઈકોર્ટ વચ્ચે કેસના નિકાલની હરીફાઈ થશે તેવી ધારણા પણ વ્યકત કરાઈ છે.

દિલ્હીના જસ્ટીસ ડિપાર્ટમેન્ટમાં આ પ્રકારની જસ્ટીસ કલોકનું મોડલ મુકવામાં આવ્યું છે.

દેશની તમામ ૨૪ હાઈકોર્ટમાં જસ્ટીસ કલોક મુકવાના કારણે કોર્ટમાં કેટલા કેસોનો રોજીંદા ધોરણે નિકાલ થાય છે તે લોકો જાણી શકશે.

આ ઉપરાંત પેન્ડીંગ કેસોની સંખ્યા પણ લોકો જાણી શકશે. જેના કારણે ન્યાયતંત્ર ઉપર નાગરિકોનો વિશ્ર્વાસ વધુ ગાઢ બનશે.

મૃત પિતાને નિર્દોષ સાબીત કરવા પુત્રની ૧૮ વર્ષનો જંગ

૧૮ વર્ષ પૂર્વે પિતાનું નામ ખોટા કેસમાં સંડોવાઈ દેવાતા પુત્રએ આ મામલે ૧૮ વર્ષ સુધી ન્યાયીક જંગ ખેલી પિતાને નિર્દોષ સાબીત કર્યા છે. વર્ષો પહેલા મહારાષ્ટ્ર સ્ટેટ ઈલેકટ્રીસિટી બોર્ડના કર્મચારી બાલાસાહેબને એક વ્યક્તિને માર મારવાના કેસમાં કોર્ટે ગુનેગાર ઠેરવી ૩ મહિનાની જેલની સજા ફટકારી હતી

ત્યારબાદ ૨૦૦૪માં કર્મચારીનું મોત નિપજયું હતું. જો કે, તેના પુત્ર ગણેશ જગતાતએ તેમનું નામ આ કેસમાંથી કઢાવી નિર્દોષ પૂરવાર કરવા ન્યાયીક જંગ ખેલી હતી. જો કે આ કેસમાં પુરાવા ન હોવા છતાં સજા ફટકારી હોય. હાઈકોર્ટે બાલાસાહેબને નિર્દેષ જાહેર કર્યા હતા.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.