બાકી રહેલી રૂ. ૮૦ કરોડ જેટલી રકમ ન ચુકવતા કોન્ટ્રાટકરો, કામદારોમાં રોષ
રાજુલા નજીક આવેલ રીલાયન્સ ડીફેન્સમાં છેલ્લા ત્રણથી ચાર વર્ષથી કોન્ટ્રાકટર કામદારો અને વેપારીઓના રૂ. ૮૦ કરોડથી પણ વધારે રકમ બાકી હોય અને આ કંપનીમાં કમાવવા માટે ગયેલા લોકો વ્યાજના ખપ્પરમાં આવી ગયેલા છે. અને લોકો દ્વારા અનેક વાર માંગણીઓ રજુઆતો કરવામાં આવેલ હોવા છતાં કોઇને રૂપિયા આપવાના બદલે ઊલ્ટાની નોટીસો ફટકારીને જે રૂપિયા બાકી છે તે કંપનીની ભુલ નહીં પરંતુ કોન્ટ્રાકટરોની ભુલને કારણે હોવાનું જણાવીને ચોર કોટ વાલને દંડે તેવો ઘાટ થયેલ છે. છેલ્લા ૧ર દિવસ પ્રવિણ રામના નીજા નીચે કોન્ટ્રાકટર, વર્કરો અને વેપારીઓ દ્વારા ગાંધી ચિંઘ્ય માર્ગે આંદોલન ચાલી રહ્યું છે. ત્યારે ૧ર દિવસ થવા છતાં કંપનીનું કે અધિકારીઓના પેટનું પાણી હલતું નથી.ઊલ્ટાનું કંપનીદ્વારા ઉગ્ર બનાવવા માટે ઉશ્કેરતા હોય તેવુ લાગી રહ્યું હોવાનું પ્રવિણભાઇ રામે જણાવેલ છે તેમજ રામપરા-ર ના યુવાન સરપંચ સનાભાઇ વાઘે જણાવેલ કે કંપની ખોટા વાયદાઓ આપની સમય પસાર કરી રહેલ પરંતુ લોકોના બાકી પૈસા તાત્કાલીક આપવા જોઇએ અને જરુર પડયે અમે પણ લોકોને સહકાર આપીશું.
તેમજ આંદોલનકારી પ્રવિણભાઇ રામે જણાવેલ છે અમો આવતા સોમવારથી આંદોલનની નવી રણનીતી નકકી કરીશું અને લોકોના બાકી રૂપિયા અપાવી ને જ જંપીશું.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,