ઉપલેટા શહેર અને ગ્રામ્ય વિસ્તાર મા માત્ર એક જ મામલતદાર કચેરીએ આધાર કાર્ડ ની કામગીરી ચાલતી હોય લોકો ને ૧૫ થી ૨૦ દિવસ પછી વારો આવશે તેવુ કહેવામા આવેછે. ઉપલેટા શહેર તથા તાલુકા ના લોકો ખેડૂતો. મજુર વગઁ. વેપારીઓ તેમજ સામાન્ય લોકો સિનિયર સીટીઝનો માતાઓ બહેનો ઘંઘા રોજગાર બંઘ કરીને નવા આઘાર કાર્ડ તેમજ કાઁડ મા સુઘારો કરવા ઘકાખાઈ રહયા છે. આઘાર કાર્ડ ની દરેક જગ્યાએ જરૂરીયાત હોય લોકો આવી ધીમી કામગીરી થી ત્રાસી ગયાછે. આની રજૂઆત નગર પાલિકા ના સદસ્ય મયુરભાઇ સુવા રાજકોટ જિલ્લા ભાજપ કિશાન મોરચાના મહામંત્રી હરસુખભાઈ સોજીત્રાએ તેમજ શિક્ષણ સમિતિના વા. ચેરમેન વિક્રમસિંહ સોલંકી ને થતા તેઓએ તરતજ નગરપાલિકા ના પ્રમુખ શ્રીમતિ રાણીબેન દાનાભાઇ ચંદ્રવાડિયા તેમજ રાજકોટ જિલ્લા કલેકટર તાલુકા પંચાયત ના પ્રમુખ લાખાભાઇ ડાંગર તથા મામલતદાર ઉપલેટા ને રજૂઆત કરતા કે બીજા બે નવા કેન્દ્રો નગરપાલિકા કચેરી ખાતે તેમજ તાલુકા પંચાયત કચેરી ખાતે શરૂ કરવા મા આવે જેથી ઉપલેટા શહેર તાલૂકા ની જનતા ને જડપી સુવિધાનો લાભ મળે આ બે કેન્દ્રો ને વહેલી તકે મંજૂરી આપવા મા આવે તેવી ઉગ્ર રજૂઆત આ બંને ભાજપના આગેવાનો એ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરેલ છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,