કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી ફરી બીમાર થઈ ગયાં છે. તેઓને ચંદીગઢથી દિલ્હી લાવવામાં આવી રહ્યાં છે. સોનિયા ગાંધીએ ગુરૂવારે રાત્રે શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવાની ફરિયાદ કરી હતી. જે બાદ તેઓએ 11 વાગ્યાની આસપાસ ચંદીગઢના PGIમાં દાખલ કરવામાં આવ્યાં હતા. યોગ્ય તપાસ બાદ તેઓને મોડી રાત્રે અઢી વાગ્યે હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી. હાલ તેઓની સ્થિતિ સામાન્ય છે.
સોનિયા ગાંધી ગુરૂવારે શિમલા ગયા હતા અને ત્યાં જ તેમની તબિયત ખરાબ થતાં તેઓને મોડી રાત્રે ચંદીગઢની PGI હોસ્પિટલ લાવવામાં આવ્યાં હતા.છેલ્લાં 2 દિવસથી દીકરી પ્રિયંકા ગાંધી વાડ્રાની સાથે શિમલા શહેરથી 13 કિલોમીટર દૂર સ્થિત છરાબડાની હોટલ વાઈલ્ડ ફ્લાવર હોલમાં રોકાયાં હતા. સોનિયા ગાંધી ત્યાં પ્રિયંકાનું નિર્માણધીન ઘર જોવા પહોંચ્યા હતા. પ્રિયંકાએ આ ઘર અમેરિકામાં વસતા સતીષકુમાર સૂદ અને સતિંદર સૂદ પાસેથી વર્ષ 2007માં ખરીદ્યું હતું. સાડા 3 વીઘામાં ફેલાયેલી આ જમીન 8 હજાર ફુટની ઉંચાઈ પર સ્થિત છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,