બટેટા એટલે આપણાં ભોજનનું અવિભાજ્ય અંગ જેના વગર ભાણું કંઇક અધુરું લાગે છે. પરંતુ બટેટા છીલ્યા બાદ તેની છાલ ફેંકતા સમયે તેમાં રહેલાં ગુણોનો વિચાર કર્યો છે ખરો…? નહિં તો આટલું જાણી લ્યો.
બટેટાની છાલનાં ગુણો …..
– મેટાબોલિઝમ સરખું રાખે છે.
પાંચનતંત્ર માટે મહત્વનું એવું મેટાબોલિઝમને એક સરખુ રાખવા બટેટાની છાલ ખૂબ ફાયદાકારક નિવડે છે. આ ઉપરાંત નસોને પણ મજબૂત બનાવી શકાય છે.
– બ્લડ પ્રેશર કંટ્રોલ કરે છે.
પોટેશિયમનું પ્રમાણ બટેટામાં ભરપૂર માત્રામાં હોય છે. જેનાથી બ્લડ પ્રેશરને કંટ્રોલ કરી શકાય છે.
– લોહીની ઉણપ દૂર કરે છે.
બટેટાની છાલ ખાવાથી એનિમિયાની સમસ્યાથી બચી શકાય છે. જેમાં આયર્નની માત્રા પણ વધુ હોય છે.
– અનર્જેટીક છે.
વિટામિન બી૩એ બટેટાની છાલમાંથી મળી રહે છે. જેમાં નેસીન કાર્બોજ મળી આવે છે. જે શરીરને તાકાત પૂરી પાડે છે.
– ફાઇબરનો સારો સ્ત્રોત :
બટેટાની છાલ ફાઇબરથી ભરપૂર હોય છે. જે શરીરની ફાઇબરની ઉણપ પૂરી કરવા માટે પૂરતી છે. આ ઉપરાંત ડાયજેસ્ટિવ સિસ્ટમને પણ સ્વસ્થ બનાવે છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,