અમેરિકામાં ફોર્થ નોર-ઇસ્ટરના કારણે બુધવારથી અતિભારે બરફવર્ષા થઇ રહી છે. ટોબી નામના આ વાવાઝોડાંના કારણે બરફવર્ષાની સાથે ઇસ્ટ કોસ્ટમાં ભારે પવન ફૂંકાયો હતો, જ્યારે વેસ્ટ વર્જિનિયા અને ન્યૂ ઇંગ્લેન્ડમાં પણ બરફવર્ષા થઇ હતી.
વાવાઝોડાંની અસરના કારણે મોટાંભાગની એરલાઇન્સે તેમની ફ્લાઇટ્સ કેન્સલ કરી હતી. નોર્થ ઇસ્ટના રાજ્યોની શાળાઓ બંધ કરી દેવામાં આવી હતી. આ ઉપરાંત દરિયાકિનારાની નજીકના વિસ્તારોમાં પૂરનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વેસ્ટ વર્જિનિયા અને કેન્ટુકીમાં મંગળવાર રાતથી બરફવર્ષા શરૂ થઇ હતી જે બુધવારે સવાર સુધી યથાવત રહેતા વાવાઝોડાંની અસર જોવા મળી છે. ફોર્થ નોર’ઇસ્ટરના કારણે અમેરિકામાં 7.5 કરોડ લોકો હાઇ એલર્ટ પર છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com