આરોગ્ય સમિતિના ચેરમેન મનિષભાઈ રાડીયાએ અધિકારીઓને સુચના આપી
રાજકોટ શહેરમાં ખોરાકજન્ય તેમજ ખાસ કરીને ઉનાળાની ઋતુ દરમ્યાન પાણીજન્ય રોગચાળો અટકાવવા માટે આરોગ્ય સમિતિ ચેરમેન મનીષભાઈ રાડીયાએ આરોગ્ય તા ફૂડ વિભાગના તમામ અધિકારીઓ સો ખાસ મીટીંગનું આયોજન કર્યું હતું.
જેમાં હાલમાં ચાલી રહેલ કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરી હતી. દરેક ફૂડ ઈન્સ્પેકટરોએ તેમના કાર્યક્ષેત્રમાં ગોલા, ગુલ્ફી, આઈસ્ક્રીમ, શેરડીનો રસ, ફ્રુટ શેક, આઈસ ફેકટરી વગેરેનાં વેચાણકર્તાઓની સધન મુલાકાતો લઈ ફૂડ સેફટી એકટનું યોગ્ય અમલીકરણ ાય તે માટેની કાર્યવાહી કરવી.
આરોગ્યની ટીમે વેચાણકર્તાઓ દિવસ દરમ્યાન જે સમયે વધુ વેચાણ કરવામાં આવતું હોય, તે સમયે ખાસ મુલાકાત લઈ પગલા લેવા, બજારમાં ખુલ્લા ખાદ્ય પર્દાો વેચાય નહીં તે માટે પગલા, બરફના ઉત્પાદકો બરફના ઉત્પાદન માટે પાટીનું નિયમિતપણે કલોરીનેશન કરે તે જોવું, રેકડી તા લારી ગલ્લા પર વેચાતા ખાદ્ય પર્દાો ડીસ્પોઝેબલ પેપર ડીસ અવા ડિસ્પોઝેબલ ગ્લાસમાં જ પીરસાઈ તે સુનિશ્ર્ચિત કરવું, એફ.પી.ઓ. લાયસન્સવાળા ઠંડા પીણા (પેકડ) તેમજ બી.આઈ.એસ. માર્કવાળા પેકેજ ડ્રીન્કીંગ વોટરનું જ વેચાણ થાય તે ખાસ ચેક કરવું, તેમજ પાણીના પાઉચના વેચાણકર્તા, મીનરલ વોટર વેચાણ કર્તા વગેરે જગ્યાએ સધન ચેકિંગ કરવું, કેરી તેમજ અન્ય ફળફળાદીને પકવવા માટે કાર્બાઈડ અવા અન્ય કેમીકલનો ઉપયોગ ન ાય તે માટે પણ ખાસ પગલાં લેવા અને બરફ ગોલાના ઉત્પાદકો ગોલામાં માવાનો ઉપયોગ ન કરે તે માટે પગલા લેવા આદેશ આપ્યા છે.