આજે જયારે એક પછી એક ગુજરાતી ફિલ્મો સફળતાના શિખરો સર કરી રહી છે. અવનવા ટાઇટલ વાળી ગુજરાતી ફિલ્મો આવી રહી છે. આવી જ એક ટાઇટલ વાળી ફિલ્મ ગુજરાતી વેડીંગ ઇન ગોવા ૩૦મી માર્ચે સમગ્ર ગુજરાતમાં રીલીજ થશે.
આ ફિલ્મ સંપૂર્ણ પારિવારીક કોમેડી છે. સૌ પ્રથમવાર કોઇક ફિલ્મ ના ગીત ને વર્લ્ડ રેકોર્ડ ઇન્ડીયા માં સ્થાન મળ્યું છે. કેમ કરીને મનાવું ગીત જે કીર્તીદાન ગઢવી દ્વારા ગવાયું છે. તે કુલ ૪ મીનીટ ૫૦સેક્ધડ સુધી એક જ શોટમાં વગર કોઇ કટ એ શુટ કરવામાં આવ્યું છે જે આજ સુધી બોલીવુડ ફિલ્મોમાં પણ શકય થઇ શકયું નથી.
આ ફિલ્મ આજા યુવક-યુવતિ વચ્ચેનું પ્રેમ, ઝઘડા , ગુસ્સો, પાગલપન એવા જીવન ના અનેક પાસાઓને સમાવી લેતી સમગ્ર પરીવાર સાથે જોઇ શકાય તેવી એક સુસંસ્કૃત અને આનંદી કોમેડી ફિલ્મ છે. ફિલ્મ નીતીન થન્કી, ઇન્દ્રસિંહ રાજપુરોહિત, અને ગ્રાંડ ફેમીલી ફિલ્મ દ્વારા રાજહીત પ્રોડકશન ના સહયોગથી બનાવવામાં આવી છે. આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં જય, શીવાંગ બ્રહ્મભટ્ટ, ચંન્દ્રેશ, ગીત, ગરીમા, નેહલ જેની, ભાવીનીબેન અને ચિંતન (બીગબોસ માં જલ્લાદની ભૂમિકા કરેલ છે)
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com