ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ મુજબ લાયસન્સ ન ધરાવતા ફૂડ બિઝનેસ ઓપરેટરોને નોટિસ ફટકારતું કોર્પોરેશન
ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ ૨૦૦૬ની કલમ ૩૧ મુજબ લાયસન્સ ન ધરાવવા બદલ યુ.એસ.પીઝા ક્વિચીસ રેસ્ટોરન્ટ ગ્વાલીયા સ્વીટ્સ સહિત શહેરમાં ૧૭ નામી ફૂડ બિઝનેસ ઓપરેટરોને મહાનગરપાલિકા આરોગ્ય શાખાની નોટિસ ફટકારવામાં આવી છે.
આ અંગે વધુ માહિતી આપતા નાયબ આરોગ્ય અધિકારી ડો.પંકજ રાઠોડે જણાવ્યું હતું કે, મહાપાલિકાની આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા રોગચાળાની અટકાયતના ભાગ‚પે ફૂડ લાયસન્સ અંગે ખાસ ઝુંબેશ હા ધરવામાં આવી છે. જે અંતર્ગત આજે રેસકોર્સ રીંગ રોડ પર કોફી એવન, જય મા મેલડી હોટલ, જય ભે‚ના નમકીન સેન્ટર, દાસ ક્રિમરી,
એસ્ટ્રોન ચોકમાં યુ.એસ.પીઝા, અક્ષર માર્ગ પર પીઝા સ્ટુડીયો, સર્વેશ્ર્વર ફેન્સી ઢોસા, રાજ સુપર માર્કેટ, વ્રજ નમકીન, મોન્ઝીનીસ કેપ શોપ, ૧૫૦ ફૂટ રીંગ રોડ પર ક્વિચીસ રેસ્ટોરન્ટ, યુનિ. રોડ પર એસ.એન.કે. ચોકમાં ગ્વાલીયા સ્વીટ્સ, સાધુ વાસવાણી રોડ પર શ્રીજી આઈસ્ક્રીમ, બેંગાલ સ્વીટ્સ, યુનિ. રોડ પર પંચાયત ચોકમાં વીલીયમ જોન્સ પીઝા અને સુરભી લોચાના સંચાલકો પાસે ફૂડ લાયસન્સ ન હોવાના કારણે આજે તેઓને નોટિસ ફટકારવામાં આવી હતી.
તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, ફૂડ સેફટી સ્ટાન્ડર્ડ એકટની જોગવાઈ અનુસાર ખાદ્ય સામગ્રીના ઉત્પાદકો, સંગ્રહકર્તા, વેંચાણકર્તા તા ટ્રાન્સપોર્ટરોએ ફૂડ લાયસન્સ લેવું ફરજીયાત છે. વાર્ષિક ૧૨ લાખના ટર્નઓવરી ઓછી આવક ધરાવતા આસામીઓએ ફૂડ રજીસ્ટ્રેશન અને ૧૨ લાખની વધુનું ટર્નઓવર ધરાવતા આસામીએ ફૂડ લાયસન્સ લેવું પડે છે. જો રજીસ્ટ્રેશન ન કરાવ્યું હોય અને લાયસન્સ ન હોય તો ફૂડ સેફટી એકટની કલમ ૩૧ મુજબ કાયદેસરની કાર્યવાહી ઈ શકે છે. જેમાં ફૂડ ઓપરેટરને ૬ માસ સુધીની જેલની સજા અને ૫ લાખ સુધીના દંડની જોગવાઈ છે. અને સમયાંતરે ફૂડ લાયસન્સ રીન્યુ કરાવવું પણ ફરજીયાત છે. જો લાયસન્સ રીન્યુ કરાવવામાં ન આવ્યું હોય તો પ્રતિદિન રૂ.૧૦૦ લેખે દંડ વસુલ કરવામાં આવે છે. શહેરભરમાં ફૂડ બિઝનેસ ઓપરેટરો ફૂડ લાયસન્સ કઢાવે તે માટે કોર્પોરેશન દ્વારા ખાસ ઝુંબેશ ચલાવવામાં આવશે.