કીર્તીદાન ગઢવી, જીગરદાન ગઢવી, પાર્થ ઓઝા સહિતના પ્રખ્યાત ગાયકોએ અવાજ આપ્યો: ‘અબતક’ને કલાકારોને આપી વિશેષ વિગતો
ફિલ્મ ‘કેમ કરીને મનાવું’ગીતને વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું
આજે જયારે એક પછી એક ગુજરાતી ફિલ્મો સફળતાના શિખરો સર કરી રહી છે. અવનવા ટાઇટલ વાળી ગુજરાતી ફિલ્મો આવી રહી છે. આવી જ એક ટાઇટલ વાળી ફિલ્મ ગુજરાતી વેડીંગ ઇન ગોવા ૩૦મી માર્ચે સમગ્ર ગુજરાતમાં રીલીજ થશે આ ફિલ્મ સંપૂર્ણ પારિવારીક કોમેડી છે.
સૌ પ્રથમવાર કોઇક ફિલ્મ ના ગીત ને વર્લ્ડ રેકોર્ડ ઇન્ડીયા માં સ્થાન મળ્યું છે. કેમ કરીને મનાવું ગીત જે કીર્તીદાન ગઢવી દ્વારા ગવાયું છે. તે કુલ ૪ મીનીટ ૫૦સેક્ધડ સુધી એક જ શોટમાં વગર કોઇ કટ એ શુટ કરવામાં આવ્યું છે જે આજ સુધી બોલીવુડ ફિલ્મોમાં પણ શકય થઇ શકયું નથી.
આ ફિલ્મ આજા યુવક-યુવતિ વચ્ચેનું પ્રેમ, ઝઘડા , ગુસ્સો, પાગલપન એવા જીવન ના અનેક પાસાઓને સમાવી લેતી સમગ્ર પરીવાર સાથે જોઇ શકાય તેવી એક સુસંસ્કૃત અને આનંદી કોમેડી ફિલ્મ છે. ફિલ્મ નીતીન થન્કી, ઇન્દ્રસિંહ રાજપુરોહિત, અને ગ્રાંડ ફેમીલી ફિલ્મ દ્વારા રાજહીત પ્રોડકશન ના સહયોગથી બનાવવામાં આવી છે. આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં જય, શીવાંગ બ્રહ્મભટ્ટ, ચંન્દ્રેશ, ગીત, ગરીમા, નેહલ જેની, ભાવીનીબેન અને ચિંતન (બીગબોસ માં જલ્લાદની ભૂમિકા કરેલ છે)
ફિલ્મ ના ગીતોમાં મનનું ગોકુલ મારુ-પાર્થ ઓઝા અને દર્શના ગાંધી, માલી નજર જો નજર થ જીગરદન ગઢવી ચાંદ જેવો ચહેરો- પાર્થ ઓઝા, જીગરદાન ગઢવી, જલ્પા દવે, નીકીતા શાહ, મયુરી દેસાઇ અને બેલા પટેલ, બેચલર્સ પાર્ટી સુરજ ચૌહાણ અને રોની રાજહીત, કેમ કરીને મનાવું – કીર્તીદાન ગઢવી, બર્થડે પાર્ટી થીમ ચોરસ ફુટના કપલેટ નીકીતા શાહ અને અભીતા પટેલ અને ગુજરાતી વેડીંગ ઇન ગોવા થીમ ચોરસ દ્વારા આપવામાં આવ્યું છે. ફિલ્મમાં સમીર માના દ્વારા સંગીત આપવામાં આવ્યું છે.