ડો.નિદત બારોટ અને કોરાટ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડને કરી રજૂઆત
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગઈકાલે ધો.૧૦માં ગણીતની પરીક્ષા લેવાઈ હતી. ગુજરાતના અંદાજીત ૧૪ લાખ જેટલા વિર્દ્યાીઓએ ધો.૧૦ની પરીક્ષા આ વર્ષે આપી છે. ગઈકાલે લેવાયેલ ગણીત વિષયની પરીક્ષામાં પ્રથમ દ્રષ્ટીએ પેપર સેટરની ગંભીર ભુલ થઈ હોવાનું જણાય છે. વિર્દ્યાીઓને બ્લુ પ્રિન્ટના આધારે પ્રશ્નપત્રમાં પ્રશ્ન પુછાય તેવું અપેક્ષીત હોય છે. વિર્દ્યાીએ સમગ્ર વર્ષ દરમિયાન આ વાતને ધ્યાન રાખી પરીક્ષાની તૈયારી કરી હોય છે. બ્લુ પ્રિન્ટમાં વિર્દ્યાીઓને કયાં પ્રકારના દાખલા અને થીયરી કયાં પ્રકરણમાં પુછાશે તેનો સ્પષ્ટ ખ્યાલ છે અને વિર્દ્યાથીઓએ પણ આવી રીતે જ તૈયારી કરી હોય છે પરંતુ ગઈકાલના ગણીતના પેપરને લઈને વિર્દ્યાથીઓને રીતસરનો પરસેવો છૂટી ગયો હતો અને આ વાતને ધ્યાને લેતા ધો.૧૦ના ગણીત વિષયની પરીક્ષા ફરીથી લેવા માટે ડો.નિદત બારોટ અને ડો.પ્રિયવદન કોરાટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ સમક્ષ કરી છે.
માધ્યમિક શિક્ષણની બોર્ડની જવાબદારી હોય છે કે, વિર્દ્યાીઓને જે પ્રમાણે તૈયારી કરવાનું શાળાઓ દ્વારા માર્ગદર્શન અપાતું હોય તેને અનુ‚પ મુલ્યાંકન માટે પ્રશ્નપત્ર તૈયાર થાય. પ્રશ્ર્નપત્ર તૈયાર કરવામાં મુખ્ય સિદ્ધાંત પ્રશ્નપત્રમાં પ્રશ્ન ક્રમ સરળી કટીંગ તરફનો હોવો જોઈએ. વિર્દ્યાીઓ આપે ત્યારે શરૂઆતમાં પ્રમાણમાં સરળ પ્રશ્ર્ન પુછવામાં આવે તો વિર્દ્યાી પૂર્ણ આત્મવિશ્ર્વાસની પરીક્ષા આપી શકે. આ વખતના ગણીતના પેપરમાં તદન વિપરીત પરિસ્થિતિ જોવા મળી હતી. સમગ્ર પ્રશ્નપત્રમાં બ્લુ પ્રિન્ટ મુજબ કોઈ ધારાધોરણો જળવાયા ન હતા. પ્રકરણ પ્રમાણે પ્રશ્નોનો ગુણભાર જળવાયો ન હતો. સેકશન-એ જે પ્રમાણે સરળ હોવું જોઈએ તેની બદલે વધુ કઠીન હતું. આના લીધે વિર્દ્યાીઓને સરળ મુદ્દા પણ સારી રીતે લખી શકયા ન હતા તેની વ્યાપક ફરિયાદ અનેક શાળાના શિક્ષકો અને વિર્દ્યાીઓએ કરી છે. વિર્દ્યાીઓ માટે બોર્ડનું વર્ષ મહત્વનું હોય તાત્કાલીક અસરી વિષયના નિષ્ણાંતોનો અભિપ્રાય મેળવી ગણીત વિષયની પરીક્ષા જરૂર પડયે તો રદ્દ કરી ફરીી લેવા ડો.નિદત બારોટ અને ડો.પ્રિયવદન કોરાટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડને રજૂઆત કરી છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,