કૃષ્ણલીલા નૃત્ય નાટીકા અને પ્રગટ ભયો શ્રીનાથજીમાં એવોર્ડ વિજેતા કલાકારો ભાગ લેશે
રામનવમીના પાવન પર્વએ ‘સર્વોતમ સેવા સંસ્થાન’ના સ્થાપના દિવસ અંતર્ગત તા.૨૩ થી ૨૫ સુધી વરિષ્ઠ આચાર્યવર્ય અનંત વિભૂષીત પૂ.ગોસ્વામી વલ્લભલાલજી મહારાજની આજ્ઞા એવં આશીર્વાદથી તેમજ તૃતીય લાલ શ્રી વલ્લભકુલભુષણ શિરોમણી પૂજય ગોસ્વામી ગોપેશકુમારજીની સર્વાધ્યક્ષતામાં એવં આત્મ પૂજય ગોસ્વામીશ્રી પરાગકુમારજી મહોદયશ્રીની અધ્યક્ષતામાં ‘સર્વોતમ સેવા સંસ્થાન’ના તત્વાવધાનમાં રાજકોટના આંગણે સર્વપ્રથમ ‘પુષ્ટી સત્સંગ’નું આયોજન કરવામાં આવેલ છે.
આ કાર્યક્રમ અંતર્ગત ગુજરાત રાજયના એવોર્ડ વિજેતા કલાકારોથી સુશજિત વૈષ્ણવધર્મનું પ્રચાર કરતું પુષ્ટીમાર્ગીય નાટક કૃષ્ણલીલા નૃત્ય નાટિકા એવં. પ્રગટ ભયો શ્રીનાથજીનું સુંખર આયોજન રાખવામાં આવેલ છે. કથાનો સમય બપોરે ૩:૩૦ થી ૬:૩૦નો રાખેલ છે. તા.૨૩ થી ૨૫ દરમિયાન પુષ્ટિ સત્સંગનો ઉપસ્થિત વૈષ્ણવવૃંદને લાભ મળશે. તેમજ રાત્રી કાર્યક્રમ અંતર્ગત પ્રથમ દિવસે રાત્રે ૯:૦૦ કલાકે મહારાસનું આયોજન રાખેલ છે. તા.૨૪ના રોજ રાત્રી કાર્યક્રમમાં રાત્રે ૯:૦૦ કલાકે કૃષ્ણલીલા નૃત્યનાટિકા તેમજ તા.૨૫નાં રાત્રે ૯:૦૦ કલાકે સુપ્રસિઘ્ધ નાટક પ્રગટ ભયો શ્રીનાથજીનું આયોજન રાખેલ છે.
આયોજનનું શુભ સ્થળ સર્વોતમ ધામ ધોળકીયા સ્કૂલ પાસે, બાલાજી હોલ પાછળ ૧૫૦ ફુટ રીંગ રોડ રાજકોટ ખાતે રાખેલું છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સુરેશભાઈ કણસાગરા, કમલેશભાઈ અઘેરા, સુરેશભાઈ ચાપાણી, મનસુખભાઈ સાપોવડીયા, રઘુરાજ સિસોદીયા, જેરામભાઈ વાડોલીયા, વ્રજદાસ લાઠીયા, ભરતભાઈ સંચાણીયા, વલ્લભભાઈ કોરડીયા સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે.