વોટ્સએપના કો-ફાઉન્ડર બ્રાયન એક્ટના એક ટ્વિટે દુનિયાભરમાં એક નવી ડિબેટ શરૂ કરી દીધી છે. એક્ટએ પોતાના ટ્વિટમાં- it is time. #deletefacebook દ્વારા 220 કરોડ એક્ટિવ યૂઝર્સવાળા ફેસબુકને ડિલીટ કરવાની સલાહ આપી છે. બ્રાયનનું આ એકાઉન્ટ ટ્વિટરમાં વેરિફાઇડ નથી પરંતુ તેમનો ફોટો છે અને ગૂગલ સર્ચમાં પણ તેમનું એક જ ટ્વિટર એકાઉન્ટ દર્શાવી રહ્યું છે. બીજી તરફ, અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કેમ્પેનમાં મદદ કરનારી પોલિટિકલ ડેટા ફર્મ કેમ્બ્રિજ એનાલિટિકાના સીઈઓ નિક્સને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. નિક્સ પર આરોપ છે કે તેઓએ 5 કરોડથી વધુ ફેસબુક યૂઝર્સની પ્રાઇવેટ માહિતી સુધી પહોંચ બનાવી અને કેમ્પેનમાં તેનો ખોટો ઉપયોગ કર્યો.
It is time. #deletefacebook
— Brian Acton (@brianacton) March 20, 2018
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com