ચૈત્રી નવરાત્રી દરમિયાન માતાજીની પૂજા, અર્ચના અને દર્શન કરીને ધન્યતા અનુભવતા ભાવિકો
જગત જનની માઁ શકિતની આરાધનાના પર્વ ગણાતા ચૈત્રી નવરાત્રીનો ગત રવિવારથી પ્રારંભ થઇ ચૂકયો છે. ત્રણ નોરતા વીતી ગયા છે. ત્યારે સૌરાષ્ટ્રમાં આવેલા માતાજીના મંદીરોમાં ભકતોની ભારે ભીડ જોવા મળી રહી છે. પૂજા અર્ચના તેમજ દર્શન કરી ભાવિકો ધન્યતા અનુભવલ રહ્યા છે.
વર્ષમાં ચાર નવરાત્રી આવે છે તેમાં ચૈત્રી નવરાત્રી મહાકાળીની ઉ૫ાસના માટેની નવરાત્રી છે. આપણી અંદર રહેલા અનિષ્ટ તત્વોનો નાશ કરતી મહાકાળીની ચૈત્રી નવરાત્રી દરમિયાન ભાવભેર આરાધના કરવામાં આવે છે. આ ઉપરાંત ચૈત્રી નવરાત્રી દરમિયાન આરીશકતના નાશ માટે દુર્ગા સ્વરુપનું પૂજન કરવામાં આવે છે. નવસ્વરુપની નવ દુર્ગાની સાચા ભાવે પૂજા અર્ચના કરવાથી શકિત મળે છે.
ચૈત્ર નવરાત્રિએ હિન્દુ શાસ્ત્રો પ્રમાણે મુખ્ય નોરતા ગણાય છે. નવરાત્રીના નવેય દિવસ મંદીરોની અંદર માતાજીને અલગ અલગ સ્વરુપોથી શણગારવામાં આવે છે.
રાજકોટના પેલેસ રોડ ઉપર આશાપુરા માઁનું મંદીર આવેલું છે. લાખો ભકતોની આસ્થાનું પ્રતિક ગણાતુ આ મંદીર હંમેશા ભકતોની ભીડથી ઉપરાતુ રહે છે. આશાપુરામાં ના મંદીરમાં નવરાત્રી દરમિયાન નવેય દિવસ ગરબ રમી માંંઁની આરાધના કરવામાં આવે છે.
બહેનો ચૈત્રી નવરાત્રી દરમીયાન ઘરેથી ચાલીને મંદીર સુધી જાય છે અને માતાજીના દર્શન કરે છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,