ગીર-ગઢડા તેમજ આજુબાજુ ના ગામડના ખેડુતોએ મામલતદારને આવેદન આપી માંગણી કરેલી છે કે ગીર ગઢડા તેમજ આજુબાજુના ગામના ખેડુતો કેનાલની સિંચાઇ દ્વારાવાવેતર કરે છે તે મગફળી તેમજ ડુંગળીમાં ખેડુતોએ ઘણું નુકશાન સહેલ છે. ખેડુતો એ તલ તેમજ મગફળી વાવેલી હોય પરંતુ સરકારના મન ઘડત નિર્ણયથી તત્કાલ કેનાલો બંધ કરી દેવાતા ખેડુતોને રાતા પાણીયે રોવાનો વારો આવ્યો છે. જગતના તાતની મહેનતથી ઉગેલી ફસલ સુકાય જશે ને બહુ મોટું નુકશાન થશે ખેડુતોને ન્યાય આપવામાં નહી આવે તો ખેડુત હિતરક્ષક સમીતી દ્વારા ઉગ્ર લડત કરવામાં આવશે. અને ગાંધી ચીંઘ્યા માર્ગ પર આંદોલન કરવામાં આવશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,