લોધિકાનાં દેવગામ નજીક ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રીયલ ઝોન માટે હવે ફકત જમીનની કિંમત નકકી કરવા પ્રશ્ને જ વિલંબ
ઔદ્યોગીક નગરી રાજકોટમાં જેટ ગતિએ વિકસી રહેલા ઓટોમોબાઈલ ઉદ્યોગ માટે લોધીકા તાલુકાના દેવગામ નજીક સ્પેશીયલ ઓટોમોબાઈલ ઝોન નિર્માણ કરવા છેલ્લા આઠેક વર્ષી ચાલતી પ્રક્રિયામાં ટૂંક સમયમાં જ આ પ્રશ્નનો નિવેડો આવે તેમ હોવાનું જણાવી રાજકોટ જિલ્લા કલેકટર ડો.વિક્રાંત પાંડેએ ઉમેર્યું હતું કે, ઓટોમોબાઈલ ઝોન માટે હવે ફકત જમીનની કિંમત નક્કી કરવા પુરતો જ પ્રશ્ન બાકી રહયો છે. જેમાં મહેસુલ વિભાગ બજાર કિંમતે તો જીઆડીસી દ્વારા જંત્રી દરે જમીન ફાળવવા માંગણી કરવામાં આવી હોય. સરકાર દ્વારા ટૂંક સમયમાં જ આ પ્રશ્નનો ઉકેલ લાવવામાં આવે તેમ હોવાનું જણાવ્યું હતું.
પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ શહેર તેમજ શહેરની આજુબાજુ આવેલી ઔદ્યોગીક વસાહતોમાં હાલ મોટરસાયકલી લઈ મોટરકાર સુધીના સ્પેર પાર્ટસનું મોટપાયે ઉત્પાદન ઈ રહ્યું છે જેમાં વાલ્વ, પીસ્ટન, બોલ-બેરીંગ, નટ-બોલ્ટ, ફોર્જીંગ આઈટમ સહિતના અનેકવિધ સ્પેર પાર્ટસનું ઉત્પાદન થાય છે અને દેશની ટોચની કંપનીઓને રાજકોટના ઉત્પાદનનો નિકાસ કરવામાં આવે છે. જેને પગલે રાજકોટ ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા સ્પેશીયલ ઓટોમોબાઈલ ઝોન નિર્માણ કરવા છેલ્લા આઠેક વર્ષી પ્રક્રિયા ચાલુ છે.
વધુમાં રાજકોટને સ્પેશીયલ ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રીયલ ઝોન આપવા માટે રાજયની વાઈબ્રન્ટ સમીટમાં પણ અગાઉ એમઓયુ થયા છે અને આ મામલે રાજકોટ-કાલાવડ હાઈવે પર લોધીકા તાલુકાના દેવગામ નજીકની જમીન પણ પસંદ કરી લેવામાં આવી છે. જે ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રીઝ માટે યોગ્ય હોવાનું ઉદ્યોગકારો પણ જણાવી રહ્યાં છે.
બીજી તરફ છેલ્લા ઘણા સમયી ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રીઝ માટેના આ સ્પેશીયલ ઝોન અંગે જિલ્લા કલેકટર ડો.વિક્રાંત પાંડેએ જણાવ્યું હતું કે, ઓટોમોબાઈલ ઝોન માટે જમીન ફાળવણી માટેની તમામ પ્રક્રિયા થઈ ગઈ છે. હવે ફકત આ જમીનની કિંમતને લઈ પ્રશ્ન ગુંચવાયેલો છે.
વધુમાં જીઆઈડીસી દ્વારા આ જમીન જંત્રી મુજબના દરે ફાળવવા માંગણી કરવામાં આવી છે. તો મહેસુલ વિભાગ દ્વારા જંત્રી કિંમત નહીં પરંતુ બજાર કિંમતે જમીન ફાળવવા તૈયારી દર્શાવાઈ છે. જેના કારણે થોડો વિલંબ થઈ રહ્યો હોવાનું જણાવી જિલ્લા કલેકટરે ટૂંક સમયમાં જ આ પ્રશ્નનો નિવેડો આવી જાય તેમ હોવાના સંકેતો આપ્યા હતા.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,