ધો.૧૨ સાયન્સમાં બાયોલોજી અને સામાન્ય પ્રવાહમાં વૈકલ્પીક વિષયોના પેપર બાકી
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.૧૦ અને ધો.૧૨ની પરીક્ષાનો દોર ચાલુ છે ત્યારે ધો.૧૦ના આજે ગણિતના પેપર સાથે મુખ્ય પરીક્ષા પુરી થઈ રહી છે અને ધો.૧૨ની પરીક્ષાઓ પણ પુરી થવામાં છે. આજે પેપર પૂર્ણ થયા બાદ ધો.૧૦ના પેપરોની મૂલ્યાંકન ચકાસણી શુક્રવારથી શરૂ થઈ હોવાની વિગતો સાંપડે છે.
ધો.૧૦માં આજે ગણિતનું પેપર લેવાયું હતું અને ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં મનોવિજ્ઞાન અને સાયન્સ પ્રવાહમાં અંગ્રેજીનું પેપર લેવામાં આવ્યું હતું. હજુ ધો.૧૨ સાયન્સમાં બાયોલોજીનું પેપર બાકી છે. જયારે સામાન્ય પ્રવાહ અને ઉતર બુનિયાદી પ્રવાહમાં વૈકલ્પીક વિષયોના પેપર બાકી રહે છે. આજે ધો.૧૦ની પરીક્ષા પૂર્ણ થઈ ગયા બાદ પેપર મૂલ્યાંકન કેન્દ્રો પર મોકલી આપવામાં આવશે. રાજકોટ જીલ્લાના પાંચ કેન્દ્રો ઉપર ધો.૧૦ના ત્રણ કેન્દ્રો પર ધો.૧૨ સાયન્સના પેપરનું મુલ્યાંકન કરવામાં આવનાર છે. રાજકોટમાં કેમેસ્ટ્રીનું સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ, બાઈસાહેબમાં ગણિત અને રણછોડ વિદ્યાલયમાં ફિઝીકસનું ધો.૧૨ સાયન્સના પેપરોનું મૂલ્યાંકન કરવામાં આવનાર છે. જયારે ધો.૧૦માં આટકોટમાં ગણિત, સુપેડીમાં સામાજીક વિજ્ઞાન, બામટામાં વિજ્ઞાન અને ટેકનોલોજી, પડધરીમાં અંગ્રેજી અને સુપેડી ખાતે સામાજીક વિજ્ઞાનનું પેપર મુલ્યાંકન કરવામાં આવશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,