આંખના નિદાન-સારવાર કેમ્પમાં દર્દીઓના ઈલાજ મામલે યોગ્ય ગાઈડ લાઈન ઘડવા રાજય સરકારને હાઈકોર્ટની ટકોર
આંખના નિદાન, સારવાર કેમ્પોમાં તબીબો દ્વારા આપવામાં આવતી વિનામુલ્યે સેવાને હાઈકોર્ટે વધાવી લીધી છે. પરંતુ ઓપરેશન બાદ દર્દીની સારવાર જાળવી રાખવાની જવાબદારી પણ તબીબોની હોવાનું હાઈકોર્ટનું કહેવું છે.
હાઈકોર્ટે કહ્યું છે કે, કેમ્પમાં ભાગ લેતા મોટાભાગના લોકો ગરીબ હોય છે. માટે સારવાર બાદ તેમની કાળજી લેવી જરૂરી છે. કોર્ટે સરકારને સલાહ આપી છે કે, આંખની સારવારના કેમ્પમાં દર્દીઓની સુરક્ષા અંગે ગાઈડલાઈન ઘડી કાઢવામાં આવે. અહીં ઉલ્લેખનીય છે કે, રાજયમાં સેવાભાવી સંસઓ નિષ્ણાંત તબીબોની મદદી મોતીયા તેમજ આંખની સારવાર તેમજ નિદાનના કેમ્પ યોજતી હોય છે. જો કે, આ કેમ્પ પૂર્ણ યા બાદ તેમની દરકાર લેવામાં આવતી હોય તેવું જુજ કિસ્સામાં બનતું હોય છે.
હાઈકોર્ટે નોંધ્યું છે કે, ૨૦૧૨માં આણંદ નજીક શ્રી રવિશંકર મહારાજા હોસ્પિટલમાં તબીબી ભુલના કારણે ૧૦ લોકોની દ્રષ્ટી ચાલી ગઈ હતી. કેમ્પ બાદ યોગ્ય સારવાર ન અપાતા આ બનાવ બન્યો હોવાનું નોંધાયું હતું. માટે દર્દીઓએ તબીબો સામે ફરિયાદ નોંધાવી હતી. જો કે જસ્ટીસ જે.બી.પારડીવાલાએ એફઆઈઆરને ખારીજ કરી છે. સર્જરી દરમિયાન કોઈ ખામી ન હોવાનું સામે આવ્યું છે. ઓપરેશનના બીજા દિવસે જયારે તબીબ દર્દીની મુલાકાતે આવ્યા ત્યારે બેડ પર દર્દી જ હાજર ન હોવાનું ખુલ્યું હતું.
હાઈકોર્ટે નોંધ્યું છે કે, દર વર્ષે દેશમાં ૫૦ લાખ લોકોની આંખની સર્જરી થાય છે. જેમાં નિષ્ફળતાના ચાન્સ ૦.૦૪ ટકા થી ૦.૦૪૧ ટકા જેટલા છે. આ કેસમાં જસ્ટીસ પારડીવાલાએ કહ્યું હતું કે, મેડિકલ પ્રોફેશન એટલે નોબલ પ્રોફેસન છે. સંસઓ ગરીબ દર્દીની સેવા માટે નિષ્ણાંત ડોકટરની મદદી કેમ્પ યોજતી હોય છે. જો કે, ઘણી વખત દર્દીઓની સારવારમાં ખામી તી હોવાના કિસ્સા સામે આવ્યા હોવાનું નોંધાઈ છે. ત્યારે અદાલતની આ ટકોર ખૂબજ મહત્વનો મુદ્દો છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com