લંડનમાં યોજાયેલા સમારંભમાં ડ્રાઇવર્સ ઓફ ચેન્જ એવોર્ડ સ્વીકારતા મુકેશ અંબાણી
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લી. ફાનાન્સિનલ ટાઇમ્સ આર્સેલરમિત્તલ બોલ્ડનેસ ઇન બિઝનેસ એવોર્ડસમાં ડ્રાઇવર્સ ઓફ ચેન્જ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. આ સમારંભ તાજેતરમાં રાત્રે લંડનમાં યોજવામાં આવ્યો હતો. આર.આઇ.એલ.એ. એ પ્રદર્શિત કરેલા સાહસની એફ.ટી.ના પત્રકારો અને સ્વતંત્ર સભ્યો દ્વારા બનેલી પેનલ કદર કરી હતી. જેમણે કંપનીને શોર્ટલીસ્ટ કરેલા છ વ્યવસાયોમાંથી પસંદ કરી હતી.
આ એવોર્ડ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લી.ના હાઇડ્રોકાર્બન સંશોધન અને ઉત્પાદન, પેટ્રોલીયમ શુઘ્ધિકરણ અને વેચાણ, પેટ્રોરસાયણ, રીટેલ અને ૪જી ડીજીટલ સેવાઓના ક્ષેત્રમાં ઇન્નોવેશન દ્વારા અદ્વિતીય વૃઘ્ધિ માટેની પ્રતિબઘ્ધતાની કદર છે. આર.આઇ.એલ.ની દૂરદેશીએ આ વ્યવસાયોને વૈશ્ર્વિક સ્તરે નેતૃત્વ મેળવવા તરફ આગેકૂચ કરાવી છે. જેમાં વિશ્ર્વના સૌથી મોટા પોલિયેસ્ટર યાર્ન અને ફાઇબર ઉત્૫ાદક અને ભારતની પ્રિમીયમ મોબાઇલ અને ડીજીટલ સેવાઓ પ્રદાન કરવાનો સમાવેશ થાય છે.
આ તકે આર.આઇ.એલ.ના ચેરમેન અને મેનેજીંગ ડાયરેકટર મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે, આ સામાન્ય માટે ફાઇનાન્સિયલ ટાઇમ્સ અને આર્સેલરમિત્તલનો હું આભાર માનું છું. આ સન્માન જિયોના ૧,૦૦,૦૦૦ કરતાં વધારે યુવાન સાથીદારોનું છે. જેઓ આજે ભારતમાં સૌથી શકિતશાી ડ્રાઇવર્સ ઓફ ચેન્જ છે. જિયોમાં અમે ભારતના ડિજીટલ સેવાઓના પરિદ્રશ્યની નવેસરથી કલ્પના કરીને તેને પુન: પરિભાષિત કરી પરિવર્તન માટે કૃત સંકલ્પ છીએ. આજનું સન્માન ભારતને વધારે સારું ભારત અને વિશ્ર્વને વધારે સારું વિશ્ર્વ બનાવવાના અમારા સંકલ્પન વધુ દ્રઢ બનાવશે.
ફાઇનાન્સિયલ ટાઇમ્સના તંત્રી લાયોનલ બાર્બરે આ સિઘ્ધિની નોંધ લેતા જણાવ્યું હતું કે, મુકેશ અંબાણીએ ઉર્જા આપૂર્તિથી ડીજીટલ સેવાઓ સુધી મોટા પાયા પરિવર્તન સિઘ્ધ કર્યુ છે. તેઓ હકકદાર વિજેતા છે.
આ એવોર્ડનો પ્રારંભ ફાઇનાન્સિયલ ટાઇમ્સ દ્વારા વૈશ્ર્વિક નાણાંકીય અનિશ્ર્ચિતતા વચ્ચે વ્યવસાયોના ઇન્નોવેશન અને વ્યકિતની જોખમ લેવાની ક્ષમતાને બિરદાવવા કરવામાં આવ્યો હતો. વિજેતા આર.આઇ.એલ. ઉ૫રાંત ડ્રાઇવર્સ ઓફ ચેન્જ એવોર્ડ માટે શોર્ટલિસ્ટ કરવામાં આવેલા પાંચ અન્ય વ્યવસાયોમાં જે.એ.બી. હોલ્ડિગ્સ, કોબાલ્ટ મ્યુઝિક, માર્કાડોલિબ્રે, પ્લાનેટરી રીસોર્સીસ અને સોફટ બેંક વીઝન ફંડનો સમાવેશ થતો હતો.
આ અગાઉ ડ્રાઇવર્સ ઓફ ચેન્જ એવોર્ડ ડીપમાઇન્ડ ટેકનોલોજીસ એફ.એ.એન.યુ.સી. એચ.બી.ઓ., અલીબાબા મોન્ડ્રેશન કોર્પોરેશન એમેઝોન એપલ ફિયાટ અને રેયનેર વધુમાં મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે, ઇશા અને આકાશ ભારતની સર્જનશીલ અને મહત્વાકાંક્ષી પેઢીનું પ્રતિનિધિત્વ કરે છે. જે વિશ્ર્વમાં સર્વશ્રેષ્ઠ બનવા ઇચ્છે છે. આ એવા યુવાન ભારતીયો છે જે મારી અંદર વિશ્ર્વાસ પેદા કરે છે કે બ્રોન્ડબેન્ડ ઇન્ટરનેટ આપણા સમયની સૌથી મહત્વપૂર્ણ ટેકનોલોજી છે અને ભારત આ બાબતે પાછળ રહી શકે નહીં.
ડેટા ડીજીટલ જિંદગીનો ઓકિસજન છે. ભારતમાં તે માત્ર મોંધો હતો એટલું જ નહીં તેની ઉણપ પણ હતી.એટલા માટે જ રિલાયન્સ જિયોએ કર્યુ કે આપણે ડીજીટલ સેવાઓને નવા રુપમાં દેશના લોકો સુધી પહોચાડીશું.
ભારતના ટેલીકોમ વ્યવસાયને રજી નેટવર્ક ઊભું કરતાં પુરા રપ વર્ષ લાગ્યા. જયારે રિલાયન્સ જિયોને ઘણું જ વધારે અને આધુનીક ૪જી નેટવર્ક તૈયાર કરતાં માત્ર ૩ વર્ષ લાગ્યા અને હવે અમે પજી માટે પણ તૈયાર છીએ.
રિલાયન્સ જિયોના પ્રારંભના ૧૮ મહિનામાં કંપનીઓ ભારતના ૧૩૦ કરોડ લોકોને સુવર્ણ ભવિષ્યના ઉંબરે ઊભા કરી દીધા છે.
રિલાયન્સ જિયોએ ૬ મહિના કરતાં પણ ઓછા સમયમાં બ્રિટનની વસતી કરતાં દોઢગણ ગ્રાહકો મેળવ્યા છે. આ પહેલા આવું સાહસ દુનિયાની કોઇપણ ટેકનોલોજી સર્વિસ કંપની કરી શકી નથી. દરરોજ ૩ થી પ લાખ ભારતીયો જિયો ફોનના માઘ્યમથી જિયો નેટવર્ક સાથે જોડાય રહ્યા છે.
હું મારી પત્ની નીતાને ખાસ ધન્યવાદ આપવા માંગું છું કારણ કે એમણે મારા દરેક કાર્યમાં મારો સાથ આપ્યોછે. માત્ર ૬ જ વર્ષમાં નીતાએ રિલાયન્સ ફાઉન્ડેશનને દુનિયાનું સૌથી મોટું કલ્યાણકારી સંગઠન બનાવી દીધું છે.
અત્યારે જિયો ભારતની ૧૯ લાખ શાળાઓ અને ૫૮ હજાર વિશ્ર્વ વિઘાલયોને જોડે છે. જોમથી ભરેલા અમારો વર્ક ફોર્સ યુવાનોને છે. અમારા ૩૫ ટકા લોકો ૩૫ વર્ષથી ઓછી ઉંમરના છે. આ યુવાનોની અમાપ ઉર્જાના દમ પર ભારત ભવિષ્યના ૧૦ વર્ષોમાં દુનિયાની ત્રીજા નંબરની સૌથી મોટી આર્થિક તાકાત બનવા તૈયાર છે. રોકાણકારો આજે ભારતની ઉભરતી અર્થવ્યવસ્થામાં રોકાણ કરવા માંગે છે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લી. તમામ મુખ્ય નાણાંકી માણદંડોના આધારે દેશના ખાનગી ક્ષેત્રની સૌથી મોટી કંપની છે. ૩૧-૩-૧૭ ના રોજ તેનું કુલ ટર્ન ઓવરરૂ. ૩૩૦,૧૮૦ કરોડ રોકડા નફો રૂ. ૪૨,૮૦૦ કરોડચોખ્ખો નફો રૂ.૨૯,૯૦૧ કરોડ છે.
રિલાયન્સ ઇન્ડસ્ટીઝ લી. ફોર્ચુન ગ્લોબલ ૫૦૦ની દુનિયાની સૌથી મોટી કંપનીઓની યાદીમાં સ્થાન ધરાવે છે. હાલમાં આવકની દ્રષ્ટિએ તેનુઁ ૨૦૩મું સ્થાન છે તથા નફાની દ્રષ્ટિએ ૧૧૦મું સ્થાન છે. રિલાયન્સ ફોર્બ્સ ગ્લોબલ ૨૦૦૦ લીસ્ટ (૨૦૧૭)માં ૧૦૬ઠ્ઠું અને ભારતની ટોચની કંપની તરીકેનું સ્થાન ધરાવે છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,