મોટી બહેન સુષમા પણ નીતૂને કામમાં મદદ કરે છે. નીતૂ પોતાની બહેનની સાથે 90 લીટર દૂધ લઈને રોજ બાઈક ચલાવે છે. આ બધું કામ તે પોતાના સપના પૂરા કરવા કરે છે!

તેને રોજ સવારે 4 વાગ્યે ઉઠવું પડે છે અને ત્યારબાદ તે ગામના ખેડૂતોના ઘરે ફરીને અહીંથી દૂધ ભેગું કરે છે. અને પછી તે દૂધને કન્ટેઈનરમાં ભરીને બાઈક પર મૂકી શહેરમાં વેચવા નીકળી પડે છે.

જો મનમાં વિશ્વાસ અને આંખોમાં સપના હોય તો બસ મહેનતની જ જરૂર હોય છે, કોઈ તમને તમારા સપના પૂરા કરવાથી નથી રોકી શકતું. ભરતપુરની નીતૂ શર્માનું જીવન આપણને એ સંદેશ તો આપે છે. ભણવાની સાથે ઘર ચલાવવા, 19 વર્ષની નીતૂ ભરતપુરના એક ગામ ભાંડોરથી, દરરોજ સવારે 6 વાગ્યે દૂધ લઈને શહેર જાય છે. તે પોતાના બાઈક પર સવાર થઈને ઘેર-ઘેર દૂધ વેચવાનું કામ કરે છે! તે પોતાના બાઈક પર ઘેર-ઘેર દૂધ વહેંચવાનું કામ કરે છે. તેની મોટી બહેન સુષમા તેને કામમાં મદદ કરે છે. નીતૂ પોતાની બહેન સાથે 90 લીટર દૂધ લઈને રોજ બાઈક ચલાવે છે.

નીતૂના ઘરની આર્થિક સ્થિતિ ઘણી ખરાબ હતી. જેના કારણે તેની મોટી બહેને અભ્યાસ અધૂરો છોડવો પડ્યો. જ્યારે પૈસાની કોઈ સગવડ ન થઇ ત્યારે પિતા બનવારી લાલ શર્માએ નીતૂને પણ કહી દીધું કે હવે તે ભણતર વિષે વિચારવાનું છોડી દે. પરંતું નીતૂએ એક રસ્તો શોધી નાંખ્યો અને દૂધ વેચવાનું શરૂ કર્યું. આજે તે દૂધ વેચીને પોતાના પરિવારનું પાલન-પોષણ તો કરે જ છે પણ સાથે સાથે પોતાના ભણતરનો ખર્ચ ઉપાડે છે અને ભણવા માટેનો સમય પણ કાઢી લે છે. નીતૂ શર્મા આજે પોતાના ગામની છોકરીઓની સાથે સાથે, દેશના એ તમામ લોકો માટે પ્રેરણાસ્ત્રોત છે જેઓ થોડી મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ હિંમત હારી જાય છે.

જોકે નીતૂની દિનચર્યા સરળ નથી હોતી. તેને દરરોજ 4 વાગ્યે ઉઠવું પડે છે ત્યારબાદ ગામના તમામ ખેડૂત પરિવારોના ઘરે જાય છે અને દૂધ ભેગું કરે છે. તે દૂધને કન્ટેઈનરમાં ભરી શહેરમાં નીકળી પડે છે. તેનું ઘર ભરતપુર જિલ્લા મુખ્યાલયથી 5 કિલોમીટર દૂર છે. નીતૂના પરિવારમાં પાંચ બહેનો અને એક ભાઈ છે. તેની બે બહેનોના લગ્ન થઇ ચૂક્યા છે અને બાકીના પરિવારનો સમગ્ર ભાર માત્ર નીતૂ ઉઠાવે છે.

full 760883764aહાલ નીતૂ બીએ સેકંડ યરનો અભ્યાસ કરી રહી છે. રોજ સવારે તે દૂધ લઈને શહેર પહોંચે છે. 10 વાગ્યા બાદ દૂધ વેચ્યા બાદ તે પોતાના એક સંબંધીના ઘરે જાય છે. ત્યાં ફ્રેશ થઈ, કપડાં બદલીને 2 કલાક માટે કમ્પ્યુટર ક્લાસ જાય છે. કમ્પ્યુટર ક્લાસ ખત્મ કર્યા બાદ લગભગ 12 વાગ્યે તે પોતાના ગામ જવા રવાના થાય છે અને જ્યાં બપોરે ભણે છે. સાંજે ફરીથી દૂધ ભેગું કરી શહેર પહોંચે છે. જોકે સાંજે તે ફક્ત 30 લીટર દૂધ લઈને જાય છે.

જોકે નીતૂના પિતા મજૂર હોવાની સાથે સાથે મજબૂર પણ છે. તેમની આંખોની રોશની નબળી થઇ ગઈ છે, તો પણ તેઓ એક મિલમાં મજૂરી કરવા જાય છે. ત્યાંથી તેમણે થોડા ઘણાં રૂપિયા મળી જાય છે. અત્યાર સુધી તેમને તેમની દીકરીઓના લગ્નની ચિંતા હતી પરંતુ હવે તેમની એક દીકરીએ આ ચિંતા દૂર કરી દીધી છે. નીતૂ કહે છે,

“આપણા સમાજમાં એક છોકરી બાઈક ચલાવે તેને યોગ્ય નથી કહેવાતું, પણ મારું ઘર ચલાવવા અને મારા સપના પૂરા કરવા હું સમાજનું વિચારીને બેસી નથી રહી શકતી. જ્યાં સુધી મારે બે મોટી બહેનોના લગ્ન નથી થઇ જતાં અને હું એક શિક્ષક નથી બની જતી ત્યાં સુધી હું દૂધ વેચવાનું કામ કરતી રહીશ.”

નીતૂના જીવન વિષે સ્થાનિક અખબારોમાં છપાયા બાદ લોકો તેની મદદે પણ આવી રહ્યાં છે. ખબર છપાયા પછી લૂપિન સંસ્થાના સમાજસેવી સીતારામ ગુપ્તાએ નીતૂ શર્મા અને તેની બહેનો અને પિતાને બોલાવીને લૂપિન તરફથી 15 હજાર રૂપિયાનો ચેક આપ્યો અને અભ્યાસ માટે એક કમ્પ્યુટર પણ. સાથે જ તેમની લગ્નનો ખર્ચ, રાજ્ય સરકાર દ્વારા ચાલતી એક યોજનામાંથી અપાવવાનું આશ્વાસન પણ અપાવ્યું છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.