રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજથી શાળાકીય રમતોત્સવનો રંગેચંગે પ્રારંભ: ૩૦૦ બાળકોએ લીધો ભાગ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજથી બે દિવસીય શાળાકીય રમતોત્સવનો રંગેચંગે પ્રારંભ થયો છે. આજે સવારે ૯ વાગ્યાથી રેસકોર્ષના એથ્લેટીક ગ્રાઉન્ડમાં ૩૦૦ બાળકો વચ્ચે વિવિધ સ્પર્ધાનો યોજાઇ હતી. જેમાં ઊંચી કુદ, લાંબી કુદ, દોડ સહીતની સ્પર્ધાઓ યોજાયો હતો. રમતોત્સવની શરુઆતમાં કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રાજકોટના પ્રથમ નાગરીક મેયર ડો. જૈનમ ઉપાઘ્યાય, ડે.મેયર ડો. દર્શીતાબેન શાહ, ધનસુખ ભંડેરી, કમલેશ મીરાણી, નગર પ્રાથમીક શિક્ષણ સમીતીના ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર સહીત તમામ શાળાના આચાર્યો હાજર રહ્યા હતા. આ ઝોન કક્ષાના આ સ્પોર્ટસ ફેસ્ટીવલમાં આશરે ૬૦૦ બાળકો ભાગ લઇ રહ્યા છે.

gujrat news | rajkot
gujrat news | rajkot

મ્યુનિસીપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે શહેર કક્ષાની સરકારી સ્કુલના કાર્યક્રમ યોજાયો હતો.

સમીતીએ નકકી કર્યુ છે કે આ રમતોત્સવમાં વિજેતા વિઘાર્થીઓની પ્રોફેશનલ ટ્રેનીંગ, અને સરકારી ગ્રાઉન્ડમાં કોચ દ્વારા ટ્રેનીંગ આપવામાં આવશે જેનો બધો ખર્ચ શિક્ષણ સમીતી ભોગવશે. ટ્રેડ સૂટ, બુટ રમતને અનુરુપ તમામ એસેસરીઝનો ખર્ચ સરકાર ઉઠાવશે.

ભવિષ્યમાં આગળ વધે બાળકો તે માટે શિક્ષણ સમીટી કટીબઘ્ધ છે. ઘરેથી બાળકોને લડવાથી લઇ ફરી મુકવાની જવાબદારી સરકારની રહેશે. બાળકો શિક્ષણની સાથે સાથે ઝુંપટપટ્ટીના ટેલેન્ડઇડ વિઘાર્થીઓ આગળ વધે શકે તે માટે વિઘાર્થીઓને પ્રોત્સાહન આપવામાં આવે છે.

gujrat news | rajkot
gujrat news | rajkot

નગર પ્રાથમીક શાળા સમીતીની ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુરએ અબતક સાથેની વાતમાં જણાવ્યું હતું કે રાજકોટ નાગરીક શિક્ષણ સમીતી દ્વારા રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર ટીમ દ્વારા રાજકોટની શિક્ષણ સમીતી શાળાના બાળકો માટેઆયોજન થયું છે. એથ્લેટીકસથી લઇ ૩૦ જેટડી ગેમો રમાડવામાં આવી હતી. જેથી બાળકોમાં સ્પોટસનું મહત્વ વધે તથા સ્પોર્ટસમાં બાળકો ભવિષ્ય ઘડી શકે, બાળકની ભણતર સાથે તેના આરોગ્યનું પણ ઘડતર થાય તે હેતુથી અને બાળકોનો સર્વાગી વિકાસ થાય તે હેતુથી આ રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.

બાળકોને પાઠયપુસ્તકના જ્ઞાન સુધી સીમીત નહી રાખતા તે દરેક ક્ષેત્રમાં આગળ વધે તેવી શુભેચ્છા આપતા નરેન્દ્રસિંહ પરમાર એ બધા બાળકોનું સ્વાગત કર્યુ હતું.

gujrat news | rajkot
gujrat news | rajkot

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.