આર્યવીર ઈન્ટરનેશનલ સ્કૂલ દ્વારા આજરોજ વિજ્ઞાન મેળા-૨૦૧૮નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૩૫ જેટલા મોડેલ રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં ૫૦ જેટલા વિર્દ્યાીઓએ ભાગ લીધો હતો.
બાળકો દ્વારા અવનવા મોડેલ રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં વીજળીના સંગ્રહ અંગેના પ્રોજેકટ જેવા વિવિધ પ્રોજેકટ રજૂ કર્યા હતા. વિર્દ્યાીઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ હતો.
ઉપરાંત આર્યવીર હોમીયોપેી મેડીકલ કોલેજ અને હોસ્પિટલ દ્વારા ફ્રી મેડીકલ ચેકઅપ આર્યવીર કેમ્પસમાં રાખેલ હતું. જેનો લાભ આશરે ૪૫ થી ૫૦ લોકોએ લીધો. લોકોને ૭ દિવસ માટેની ફ્રી દવા પણ આપવામાં આવી હતી. કેમ્પમાં જુના હઠીલા રોગો, કોઢ, સફેદ ડાઘ, સ્ત્રીરોગો, દમ, વા વગેરે જેવા રોગોના દર્દીઓને સંતોષકારક ઈલાજ મળી રહ્યો હતો.
આર્યવીર પ્રીન્સીપલ નિધિબેને જણાવ્યું કે બાળકો ઘણા સમયી તૈયારીઓ કરી રહ્યાં હતા અને હાલમાં ઉત્સાહપૂર્વક તેમના મોડલ અંગે માહિતીઓ આપી રહ્યાં છે. જજીસ સો વાત કરી ત્યારે તેઓએ જણાવ્યું દરેક પ્રોજેકટ એકી એક ચડીયાતો હતો અને દરેક વ્યક્તિનો ક્ધસેપ્ટ અલગ જ હતો. એટલે નિર્ણય લેવો ખૂબજ અઘરો બની ગયો છે.
એચ.ઓ.ડી. ૯ થી ૧૨ ધોરણ આર્યવીર ઈન્ટરનેશનલ સ્કૂલ સંદિપ કોટકે જણાવ્યું કે, તેઓની આશા હતી. તેનાી પણ વિશેષ માત્રામાં આયોજન ખૂબજ સારો છે અને બાળકોમાં ઉત્સાહ ખૂજબ જોવા મળે છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,