વીરપુર (જલારામ) ગામે આવેલ જલારામજી વિદ્યાલયમાં ચાલતી એસએસસી બોર્ડની પરીક્ષામાં સ્કૂલના વર્ગ ખંડો અતિ જર્જરિત હાલતમાં હોવાથી વિદ્યાર્થીઓને બહાર લોબીમાં મજબૂરીવશ પરીક્ષા આપવી પડે છે.
વીરપુર જલારામ ગામની જલારામજી વિદ્યાલયના તમામ વર્ગખંડોની છત પરથી વારેવારે પોપડા ખરતા હોય અને છતમાં લોખંડના સળિયા દેખાય ગયા હોવાથી સ્કૂલના આચાર્ય દ્વારા ગ્રામ પંચાયતના સરપંચથી માંડીને મુખ્યમંત્રી સુધી તમામને સ્કૂલની ખસ્તા હાલત વિશે લેખિત મૌખિક અનેકવાર રજૂઆત કરી કે શાળાના વર્ગ ખંડ જર્જરિત હોવાથી શાળામાં ગમે ત્યારે મોટો અકસ્માત સર્જાય શકે.
માટે તાત્કાલિક શાળાના વર્ગ ખંડો નવા બનાવી આપો પણ રજૂઆત બહેરા કાને અથડાયને વર્ગ ખંડ રીપેરીંગનું કે નવા બનાવી આપવા અંગે કોઈ કંઈ ધ્યાન જ ન આપ્યું એવામાં એસએસસી બોર્ડની પરીક્ષામાં આ જલારામ વિદ્યાલયને પણ કેન્દ્ર ફાળવતા તેમાં શાળાના આચાર્ય દ્વારા વર્ગ ખંડો મોટો અકસ્માત સર્જે તેવા જર્જરિત હોવાથી વિદ્યાર્થીઓને બહાર લોબીમાં પરીક્ષા આપવા માટેની વ્યવસ્થા કરી આપી હતી આટ આટલી રજૂઆતો છતાં સરકાર એક શાળાના વર્ગો બનાવી આપવા માટે પણ સમર્થ નથી જાણે કોઈ મોટા અકસ્માતની રાહ જોતાં હોય તેવું લાગી રહ્યયુ છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com