આશ્રમમાં રહેલી શાંતીનો માહોલ જોઈનેમંત્રીશ્રી ચુડાસમા ખુબ જ પ્રફુલ્લીત થયા
ગુજરાત રાજયના શિક્ષણમંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આજે સવારે શ્રી રામકૃષ્ણ મિશન આશ્રમની શુભેચ્છા મુલાકાત લીધી હતી. દર્શન કરીને મંત્રીશ્રી ભાવ વિભોર બન્યા હતા.
વર્ષ ૧૯૨૭માં સ્થપાયેલુ શ્રી રામકૃષ્ણ મિશન આશ્રમ લાલ પથ્થરોમાંથી બનાવવામાં આવ્યું છે. આ આશ્રમમાં રહેલી શાંતીનો માહોલ જોઈને શિક્ષણમંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા ખુબ જ પ્રફુલ્લીત થયા હતા.
શુભેચ્છા મુલાકાત વેળાએ મંત્રીશ્રીએ આશ્રમના પ્રાંગણમાં આવેલ પુસ્તકાલયની મુલાકાત લીધી હતી. જેમાં ૧૯ ભાષાના અંદાજિત ૪૫,૦૦૦ થી વધુ પુસ્તકો અહીં ઉપલબ્ધ છે. મંત્રીશ્રીએ અહીં ૫ર “ઉઠો-જાગો”, “રાષ્ટ્રને સંબોધન”,“યશસ્વી વિદ્યાર્થી જીવન”, જેવા વિવિધ પુસ્તકોનું સિંહાવલોકન કર્યું હતું.
આ પ્રસંગે આશ્રમના અધ્યક્ષશ્રી સ્વામી નિખીલેશ્ર્વરાનંદજી, પૂર્વઅધ્યક્ષશ્રી સ્વામી સર્વસ્થાનંદજી, તથા સ્વામીશ્રીઓ જ્ઞાનીશાહનંદજી અને સ્વામી પ્રભુસેવાનંદજી ઉપસ્થિત રહ્યા હતા.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com