પંજાબના અકાળી સરકારના પૂર્વ મંત્રી અને કેન્દ્રીય મંત્રી હરસિમસ્ત કૌરના નાના ભાઈ વિક્રમ સિંહ મજેઠિયાની માનહાની મામલે અરવિંદ કેજરીવાલે માફી માગી લીધી છે. જોકે આમ આદમી પાર્ટીની પંજાબ યૂનિટ સહિત કુમાર વિશ્વાસ જેવા અમુક સાથીઓએ અરવિંદ કેજરીવાલના માફીપત્ર સામે નારાજગી વ્યક્ત કરી છે. અરવિંદ કેજરીવાલે મજેઠિયાની માફી માગતા પંજાબ આપમાં ખૂબ હોબાળો થયો છે અને સાંસદ ભગવંત માને રાજીનામું આપી દીધું છે.
ਮੈਂ ਆਮ ਆਦਮੀ ਪਾਰਟੀ ਪੰਜਾਬ ਦੀ ਪ੍ਰਧਾਨਗੀ ਦੇ ਅਹੁਦੇ ਤੋਂ ਅਸਤੀਫ਼ਾ ਦੇ ਰਿਹਾ ਹਾਂ ..
I m resigning as a president of AAP Punjab …but my fight against drug mafia and all kind of corruption in Punjab will continue as an “Aam Aadmi “ of Punjab— Bhagwant Mann (@BhagwantMann) March 16, 2018
ભગવંત માને ફેસબુક પર પંજાબી અને અંગ્રેજી ભાષામાં પોસ્ટ કરીને તેના રાજીનામા વિશેની માહિતી આપી છે. ભગવંત માને લખ્યું છે કે, હું આમ આદમી પાર્ટીના પંજાબ અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપુ છું. પરંતુ ડ્રગ માફિયા અને તમામ ભ્રષ્ટાચાર વિરુદ્ધ મારી લડાઈ એક આમ આદમી તરીકે ચાલુ રહેશે.
एकता बाँटने में माहिर है ,
खुद की जड़ काटने में माहिर है ,
हम क्या उस शख़्स पर थूकें जो खुद,
थूक कर चाटने में माहिर है ! ????????— Dr Kumar Vishvas (@DrKumarVishwas) March 15, 2018
કુમારે ટ્વિટ કરીને લખ્યું છે કે, ‘શું આપણે તે વ્યક્તિ પર થૂકીએ, જે જાતે થૂકીને ચાટી જવામાં હોશિયાર છે.’ ગુરુવારે દિલ્હીના મુખ્યમંત્રીએ અમૃતસર કોર્ટમાં માફીપત્ર સોંપ્યું છે. ત્યારપછી મજેઠિયાએ કેસ પરત લઈ લીધો હતો. નોંધનીય છે કે, પંજાબમાં વિધાનસભા ચૂંટણી દરમિયાન કેજરીવાલે મજેઠિયાને ડ્રગ્સના માફિયા જણાવતા કહ્યું હતું કે, તેમની સરકાર બનશે તો મજેઠિયા જેવા લોકોને કોલર પકડીને જેલમાં નાખી દેશે.
Many people are unhappy (with Arvind Kejriwal’s apology to Bikram Singh Majithia). I hope justice will be done as people like BS Majithia deserve to be in jail: Sanjay Singh, AAP Rajya Sabha MP pic.twitter.com/qnP1WzV7GK
— ANI (@ANI) March 16, 2018
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com