વડાપ્રધાન નરેન્દ્રમોદીએ શુક્રવારે મણિપુર યૂનિવર્સિટીમાં 105માં ઈન્ડિયન સાઈન્સ કોંગ્રેસની શરૂઆત કરી હતી. આ સમયે તેમણે કહ્યું હતું કે, મહાન વૈજ્ઞાનિક સ્ટીફ હોકિંગ બે વાર ભારત આવ્યા હતા. તેઓ ભારતના સારા મિત્ર હતા. તેમણે કહ્યું કે, સારા વૈજ્ઞાનિકો દેશના પાવર હાઉસ જેવા હોય છે. આ પહેલાં મોદી જ્યારે મણિપુર પહોંચ્યા ત્યારે ગર્વનર નઝમા હેપતુલ્લા અને મુખ્યમંત્રી એન.બિરેન સિંહ તેમનું સ્વાગતસ કરવા માટે પહોંચ્યા હતા. મોદી રાજ્યમાં ઘણાંનવા પ્રોજેક્ટની પણ શરૂઆત કરશે. નોંધનીય છે કે, અહીં બીજેપી ગઠબંધનની સરકારને એક વર્ષ પુરૂ થાય તેના એક દિવસ પહેલાં જ મોદી મણિપુર પહોંચ્યા છે.
2,000 વૈજ્ઞાનિકો સહિત 5,000 પ્રતિનિધિઓ રહ્યા હાજર
રાજ્યમાં પહેલીવાર થઈ રહેલા ત્રણ દિવસના સમારોહમાં સમગ્ર દેશમાંથી 5,000 પ્રતિનિધિઓ ભાગ લેશે, જેમાંથી 2,000 વૈજ્ઞાનિકો છે. આ કાર્યક્રમ માટે પીએમ મોદી આજે સવારે ઈમ્ફાલ પહોંચી ગયા છે. નોંધનીય છે કે, ઉત્તર પ્રદેશની પેટા ચૂંટણીમાં બે સીટો ગુમાવ્યા પછી પીએમ નરેન્દ્ર મોદીનો આ પ્રથમ સાર્વજનિક કાર્યક્રમ છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,