રવિવારથી ફોર્મ વિતરણ: સમુહલગ્નોત્સવની તડામાર તૈયારી: આયોજનો ‘અબતક’ની મુલાકાતે
રાણીમાં-રૂડીમાં સેવા સમિતિ દ્વારા તા.૧૧/૫/૨૦૧૮ને શુક્રવારના શુભ દિવસે ભરવાડ સમાજની ૧૦૧ દીકરીઓનું સમુહ લગ્નોત્સવનું આયોજન કરેલ છે.આ આયોજનમાં સમાજના આગેવાનો સંતો-મહંતો તથા સમાજના દાતાઓના સાથ-સહકારથી આયોજન કરવામાં આવે છે.
શ્રી રાણીમાં-રૂડીમાંના વિસામાની ઐતિહાસિક જગ્યામાં સમુહલગ્નોતસવમાં જોડાવવા ઈચ્છતા વર ક્ધયાના વાલીઓએ વહેલા તે પહેલાના ધોરણે તા.૧૮/૩/૨૦૧૮ પહેલા ફોર્મ ભરવા વિનંતી છે. ફોર્મ ભરવા માટેનું સ્થળ ભરવાડ સમાજની વાડી, માર્કેટીંગ યાર્ડ રાજકોટના સરનામે પહોંચતા કરવા તથા ભરી જવા વાલીઓએ જરૂરી કાગળીયા તૈયાર રાખવા ‘અબતક’ની મુલાકાતે આવેલા આગેવાનોએ જણાવ્યું હતું.
તેમણે ઉમેર્યું હતું કે, આ સમુહલગ્નોત્સવમાં ભરવાડ સમાજના શ્રેષ્ઠીએ તથા દાતાઓ દ્વારા અથવા અનુદાનમાંથી દીકરીઓને સોનાના દાણા, કબાટ, સેટ તથા દિકરીઓને ઘર વખરીની તમામ ચીજવસ્તુઓ કરીયાવરમાં આપવામાં આવે છે. કાર્યક્રમને સફળ બનાવવા ડાયાભાઈ ચનાભાઈ ટોયટા-પ્રમુખ (૮૫૩૦૨ ૦૫૧૨૭), શૈલેષભાઈ મોતીભાઈ ચિરોડીયા, વાસુભાઈ સવાભાઈ જાપડા, રઘુભાઈ પાંચાભાઈ બાંભવા, વિપુલભાઈ ચનાભાઈ ખીંટસહિતનાએ જહેમત ઉઠાવી રહ્યા છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,