રાજકોટ નજીક નિર્માણ પામનાર એનસીસી એકેડમીમાં કેડેટ્સને ભણાવાશે ચારિત્ર્ય નિર્માણના પાઠ
રાજકોટના રોડ પર આવેલા સિટી લાઈટ પાર્ટી પ્લોટ ખાતે એનસીસી એકેડમીનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બ્રિગેડીયર અજીતસિંહ અને એનસીસીના જવાનો તેમજ કેડેટ્સ ઉપસ્તિ રહ્યાં હતા. કાર્યક્રમમાં નિવૃત જવાનોને સર્ટીફીકેટ આપીને સન્માનીત પણ કરવામાં આવ્યા હતા.
એનસીસી એકેડમીનું મેજર જનરલ ડો.સુભાષ શરણના હસ્તે ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બહોળી સંખ્યામાં જવાનો ઉપસ્તિ રહ્યાં હતા. મેજર જનરલ સુભાષ શરણે જણાવ્યું હતું કે, એનસીસીનું યોગદાન દેશ નિર્માણ અને રાષ્ટ્રીય નિર્માણ સો જોડાયેલું છે.
અમારો ધ્યેય એક જ છે. એનસીસી દ્વારા ગુજરાતના ૧ લાખ એનસીસી કેડેટસનું ચારિત્ર્ય નિર્માણ થાય તે દિશામાં પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. ચારિત્ર્ય નિર્માણને ધ્યાનમાં રાખી એનસીસીના કેડેટસને ગીતાનું વાંચન પણ કરાવવામાં આવે છે. તાજેતરમાં એનસીસી કોન્વોકેશન ભાવનગર ખાતે યોજાયું હતું. જેમાં ઉપસ્તિ કેડેટસને શ્રીમદ્ ભાગવત ગીતાનું પુસ્તક ભેટ સ્વરૂપે આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં એનસીસીના એસોશીએટ્સ ઓફીર્સસ તેમજ સ્કુલ કોલેજના પ્રોફેશરો હાજર રહ્યાં હતા.
વધુમાં મેજર જનરલ ડો.સુભાષ શરણે કહ્યું કે, જે લોકો એનસીસીમાં જોડાવા માટે સક્ષમ ની તેઓ એનસીસીમાં કઈ રીતે જોડાય ને પોતાનું યોગદાન આપી શકે તે દિશામાં તેઓ વિચારી રહ્યાં છે. થોડા સમયમાં નિર્માણ પામનારી એનસીસી એકેડમીમાં બધી જ એક્ટિવીટી કરાવવામાં આવશે. ફાયરીંગ તેમજ ચારિત્ર્ય નિર્માણના કલાસનું આયોજન પણ કરાશે. આંતરરાષ્ટ્રીય ઈન્ટીગ્રેન કેમ્પનું પણ આયોજન કરાશે. જેમાં ૮૦૦ી વધુ છાત્રો ભાગ લઈ શકશે.