મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી લાભુભાઈ ત્રિવેદી એન્જીનિયરીંગ કોલેજ ની NSS ટીમ દ્વારા હાલમા જ સાત દિવસ નો સ્પેશ્યલ કેમ્પ ત્રંબા પાસે આવેલ હડમતિયા ગામ ખાતે યોજવામાં આવેલો. આ કેમ્પ માં કુલ 26 વિદ્યાર્થીઓએ ભાગ લીધેલો.
સેવા ના હેતુ અર્થે યોજાયેલ આ કેમ્પ માં ગામ માં વૃક્ષારોપણ, પક્ષી ના માળા, કુંડા તેમજ ચણ નાખવા ના ફીડર તેમજ સમગ્ર ગામ લોકો ને પોતાના ઘર માટે નેઈમ પ્લેટ બનાવી ને તેનું વિતરણ કોલેજ ના NSS વિદ્યાર્થીઓ એ કરેલું. સાથોસાથ જન જાગૃતી ના હેતુ થી પ્રભાત ફેરી, રક્તદાન કેમ્પ, વ્યસનમુક્તિ માટે આરોગ્ય વિભાગ રાજકોટ ના સહયોગ થી વક્તૃત્વ અને ચિત્ર સ્પર્ધા નું પણ આયોજન કરેલું.
વિદ્યાર્થીઓ માટે આર્ટ ઓફ લિવિંગ ના સભ્યો ગ્રીષ્મા બેન જાની અને પ્રણાલીબેન ઝાલા દ્વારા એક દિવસ શિબિર રખાયેલી. સાત દિવસ દરમિયાન રાત્રી ના કાર્યક્રમો માં ફિલ્મ પ્રદર્શન,ગરબા, ગામડું બોલે છે વિષય પર શ્રી હર્ષલ માંકડ નું વ્યક્તવ્ય, તે ઉપરાંત મહિલા સશક્તિકરણ અંગે હર્ષાબેન મકવાણા એ વિશ્વ મહિલા દિને ગામ ની મહિલાઓ ને તેમના હક અંગે જાણકારી આપી.
આ ઉપરાંત શાળા ના બાળકો દ્વારા અંતિમ દિવસે ડાન્સ રજુ કરવામાં આવેલ કાર્યક્રમ ની પૂર્ણાહુતિ વિજ્ઞાન મંચ દ્વારા કરવામાં આવેલી જેમાં કાંતિભાઈ ભૂત અને કિશોરભાઈ મકવાણા દ્વારા ચમત્કારો પાછળ ની હકીકત નો પર્દાફાશ કરાયો. સમગ્ર કેમ્પ નું સફળ આયોજન કોલેજ ની NSS ની ફેકલ્ટી ટીમ દ્વારા કરવામાં આવેલું. કાર્યક્રમને સફળ બનાવવા હડમતીયા હાઇસ્કૂલ ના પ્રિન્સીપાલ અરવિંદભાઈ રામાણી ગામના સરપંચ નિર્મલભાઈ આહીર તેમજ કોલેજના પ્રિન્સીપાલ રામાણી સર દ્વારા સહયોગ પૂરો પાડવામાં આવેલ હતો.