રૂ.૧૫ કરોડનું નુકશાન યુ હોવાનો પ્રામિક અહેવાલ કલેકટરને સુપ્રત: પોલીસ તપાસ બાદ ઘટનાનો ભેદ ખૂલશે
ગઈકાલે રાજકોટના જૂના માર્કેટીંગ યાર્ડમાં આગ લાગવાની ઘટના સંદર્ભે સિટી પ્રાંત-૧ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે અને ગઈકાલ મોડીરાતી સવાર સુધી યેલી તપાસના અંતે પ્રામિક અંદાજ મુજબ બારદાનો બળીને ખાખ થઈ જતા અંદાજે રૂ.૧૫ કરોડનું નુકશાન થયું હોવાનું જિલ્લા કલેકટરને રિપોર્ટ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. જો કે હજુ પોલીસ તપાસ બાકી છે અને તપાસ પૂર્ણ યે ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ દ્વારા આ અંગેનો તપાસ અહેવાલ સરકારને મોકલવામાં આવશે.
જાણવા મળતી વિગતો મુજબ ગઈકાલે રાજકોટના જૂના માર્કેટીંગ યાર્ડમાં ગુજકોટના બારદાન જે પ્લેટફોર્મ પર પડયા હતા ત્યાં આગ ફાટી નીકળતા ૨૦ લાખ જેટલા બારદાન બળીને ખાખ થઈ ગયા હતા. આ ઘટના સંદર્ભે જિલ્લા કલેકટર ડો.વિક્રાંત પાંડે, સિટી પ્રાંત પટેલ અને પૂર્વ મામલતદાર સહિતનો કાફલો સતત ઘટના સ્થળે હાજર રહ્યો હતો અને આ પ્રકરણમાં સિટી પ્રાંત-૧ના પ્રામિક અહેવાલ મુજબ અંદાજે ૧૫ કરોડનું નુકશાન થયું હોવાનું રિપોર્ટમાં જણાવાયું છે.
બીજી તરફ આ મામલે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે અને સિટી પ્રાંત-૧ દ્વારા સીસીટીવી ફૂટેજ સહિતની બાબતો લક્ષમાં લઈ તપાસ કરવા સુચના અપાઈ હોવાનું જાણવા મળ્યું છે.દરમિયાન આગની આ ઘટનામાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગની ટીમો પણ ઘટના સ્ળે સતત હાજર રહી હતી અને સત્તાવાર રીતે જિલ્લા કલેકટર સમક્ષ રીપોર્ટ આવ્યા બાદ આ મામલે સરકારને તપાસ રીપોર્ટ સુપ્રત કરવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું.
ખાનગી ગોડાઉનમાં કેમ આજ સુધી આગ નથી લાગી?: નિલેશ વિરાણી
જૂના માર્કેટ યાર્ડમાં બારદાનનાં ગોડાઉનમાં લાગેલી ઘટના અંગે પ્રતિક્રિયા આપતા જિલ્લા પંચાયત પ્રમુખ નિલેશ વિરાણીએ જણાવ્યું કે આજ સુધી પ્રાઈવેટ ગોડાઉનમાં કેમ આગ લાગી નથી? ગોડાઉનમાં વેસ્ટેજ બારદાન રાખીને નવા બારદાન બારોબાર વેચાઈ ગયા છે. બાદમાં તુટેલા ફાટેલા કોથળામાં આગ લગાવી દેવામાં આવી છે. જો જિલ્લા કલેકટર દ્વારા યોગ્ય તપાસ કરાશે તો આ ઘટનામાં ઘણુ બહાર આવશે