વન વીક, વન રોડ અંતર્ગત વોર્ડ નં.૫ અને ૬માં સંતકબીર રોડ પર પાર્કિંગ અને માર્જીનમાં ૮૫ સ્થળોએ ખડકાયેલા દબાણો પર બુલડોઝર ફેરવી દેવાયું
કોર્પોરેશનની ઈસ્ટ ઝોન કચેરીની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા વન વીક, વન રોડ ઝુંબેશ અંતર્ગત આજે હાથ ધરવામાં આવેલા ઓપરેશન ઓટલા તોડમાં સંતકબીર રોડ પર ભાજપના સિનિયર કોર્પોરેટરના કોમ્પ્લેક્ષમાં માર્જીન પાર્કિંગમાં ખડકાયેલા દબાણનો સફાયો બોલાવી દેવામાં આવ્યો હતો. અલગ-અલગ ૮૫ સ્થળોએ પાર્કિંગ અને માર્જીનમાં ખડકાયેલા દબાણો દુર કરી દેવામાં આવ્યા હતા.
મ્યુનિ.કમિશનર બંછાનિધી પાનીના આદેશ અનુસાર દર બુધવારે મહાપાલિકા દ્વારા વન વીક વન રોડ ઝુંબેશ હાથ ધરવામાં આવે છે.આજે શહેરના ઈસ્ટ ઝોન વિસ્તારમાં વોર્ડ નં.૫ અને ૬માં સંતકબીર રોડ પર ડિમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી.જેમાં સામાકાંઠા વિસ્તારના ભાજપના સિનિયર કોર્પોરેટરના કોમ્પ્લેક્ષના માર્જીન પાર્કિંગમાં ખડકાયેલા રસના ચીચોડા અને તરબુચના ધંધાર્થીનું દબાણ દુર કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત કબીર કોમ્પ્લેક્ષ, ગાયત્રી ચેમ્બર, શિવ પેલેસ, રવેચી રેસ્ટોરન્ટ, ડિલકસ પાન, શિવશકિત ટી સ્ટોલ, બ્રહ્માણી ઓટો પાર્ટસ, મારૂતિ પાન, ગાયત્રી ટી સ્ટોલ, પાટીદાર સિલેકશન, રામદેવ આઈસ ડેપો, પ્રિયાંશી ઈમીટેશન, ઓમ ગેસ વેલ્ડીંગ, જે.કે.ઈમીટેશન, ફેશન હેર સલૂન, ફેશન હેર સલૂન નીચે, ચિરાગ ટેલીકોમ, મા‚તિ સ્ટેશનરી, યશ સિલેકશન, હિમાલય આયુર્વેદિક દવાખાનું, અંકુર કોલ્ડ્રીંકસ, ગૌતમ ઈલેકટ્રોનિકસ, પ્રિમીયર સીઝન સ્ટોલ, જાનકી કટપીસ, રીકીટા કોસ્મેટીક, સહકાર વસ્તુ ભંડાર, ગણેશ ડેરી, સાંઈ મોબાઈલ, કોલેજીયન હેર આર્ટ, રાધીકા ફુટવેર, કનૈયા પાન એન્ડ કોલ્ડ્રીંકસ, જય દ્વારકાધીશ ટી સ્ટોલ, બાલાજી જનરલ સ્ટોર, રાજચામુંડા મોબાઈલ, અમીધારા મેડિકલ સ્ટોર, રાજલક્ષ્મી શરાફી મંડળી સહિત અલગ-અલગ ૮૫ સ્થળોએ પાકિંગની જગ્યામાં ખડકાયેલા છાપરા, ઓટલા સહિતનું દબાણ દુર કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વોર્ડ નં.૪માં ટીપી સ્કીમ નં.૧૮-રાજકોટ (ડ્રાફટ)ના ફાઈનલ પ્લોટ નં.૨૯/એ પબ્લીક પર્પલ્સ હેતુ માટેના અનામત પ્લોટમાં ૫૦ ચો.મી જગ્યામાં એક કલીન્થ તથા ઓરડીનું દબાણ હતું જે દુર કરી આશરે ૨૦ લાખ રૂપિયાની જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,