હવે ગરમીનો દોર શરૂ થઈ રહયો છે ત્યારે આપણને ઠંડુ અને કઈક સ્વીટ ખાવાનું ખુબજ મન થાય છે. ખાસ કરીને લગ્ન પ્રસંગમાં આવનવી વાનગીઓ ખાઈને તેને ઘરે બનવાનું મન થાય છે.આવીજ એક શાનદાર રેસીપી આજે અમે તમને ઘરે બનાવતા શીખવાડશું. આજે અમે તમને ખજૂર અને સફરજનની ખીર ઘરે બનાવતા શીખવાડશું.
સામગ્રીઃ
કટીંગ કરેલ સફરજનઃ 1 કપ ટુકડા
પાણીઃ 1 કપ
ખાંડઃ 1/2 ટીસ્પૂન
લો ફેટ મિલ્કઃ 2 કપ
કોર્નફ્લોરઃ 2 ટીસ્પૂન
સમારેલા ખજૂરઃ 1/4 કપ
સમારેલા છાલવાળા સફરજનનાં ટુકડાઃ 3/4 કપ
શૂગર સબ્સિટ્યૂટઃ 2 ટીસ્પૂન
રીતઃ
સૌ પ્રથમ એક તવો લો. તેની અંદર કટીંગ કરેલ સફરજન, પાણી અને ખાંડ નાખીને તેને બરાબર કૂક થવા દેવું. પછી ગેસ બંધ કરીને આ મિશ્રણને ઠંડુ થવા દેવું. ત્યાર બાદ હવે એક તવામાં લો ફેટ મિલ્ક લઇને તેમાંથી બે ચમચી જેટલું દૂધ એક અલગ કટોરીમાં નિકાળીને તેમાં કોર્ન ફ્લોર નાખીને મિક્ષ કરી નાખવું.
ત્યાર બાદ હવે તવાની અંદર નાખેલ દૂધને ઉકળવા દેવું. બાદમાં કોર્નફ્લોરવાળું દૂધ નાખીને હલાવવું ને તેને બરાબર ઉકળવા દેવું. પછી આની અંદર સમારેલ ખજૂર નાખીને તેને ધીમા તાપે 5થી 10 મિનીટ સુધી ઉકળવા દેવું. હવે આને વચ્ચે-વચ્ચે બરાબર હલાવતા રહેવું.
હવે આને ગેસ પરથી ઉતારીને શૂગર સબ્સિટ્યૂટ અને છાલવાળા સફરજનનાં ટુકડાઓ નાખીને તેને મિક્ષ કરી ફ્રીઝમાં ઠંડા થવા મૂકવું. ત્યાર બાદ તેને સર્વ કરવી. હવે તેને ગાર્નિશ કરવા એટલે કે તેની સજાવટ કરવા તેની ઉપર સમારેલ ડ્રાયફ્રુટનાં ટુકડાંઓ નાખવાં.