કૃષિ-યુનિ.ના કુલપતિ પાઠકના હસ્તે તમામને સટીફીકેટ વિતરણ કરી સન્માનીત કરાયા
જુનાગઢ કૃષિ યુનિ. ખાતે ખેડુતો અને તેમને પડતી મુશ્કેલીઓને ઘ્યાનમાં લઇ અવાન નવાર આ બાબતે સંઘર્ષ પૂર્ણ કામગીરી ચાલુ રહી છે. કૃષિને લગતા સંશોધન અને વિસ્તરણને અગ્રીમતા આપી ખેડુતોને પડતી મુશ્કેલીઓમાં એગ્રો ડીલરોમાં અજ્ઞાનતા પણ એક આવી મુશ્કેલીઓમાંની હોય સરકાર દ્વારા કૃષિ યુનિ. ખાતે એગ્રો ઇનપુટ ડીલરોના તાલીમ વર્ગ વર્ષ દરમીયાન ચાલી રહ્યા હતા. આ તાલીમ વર્ગમાં પ્રથમ એગ્રો ડીલરો કચવાટ સાથે જોડાયા હતા બાદમાં તજજ્ઞ વૈજ્ઞાનિકોના માર્ગદર્શન આ વર્ગો ખુબજ ઉપયોગી હોવાનું તેમને જાણવા મળ્યું હતું જુનાગઢ નહી આસપાસના જુલ્ોાઓમાંથી પ૦ થી વધારે એગ્રો ડીલરો આ તાલીમ કાર્યક્રમમાં જોડાયા હતા. અને વર્ષ દરમિયાન યુનિ. દ્વારા અપાયેલ તાલીમ બાદ તેઓને પરીક્ષાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પણ ઉર્તીણ થયેલાઓને યુનિ. દ્વારા આકર્ષક સર્ટીફીકેટ વિતરણ કરાયા હતા.
આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર જુનાગઢ કૃષિ ખાતે ખેડુતોમાં પાક અને તેના રોગો અને તેના ઉપચાર માટે રહેલી અજ્ઞાનતા દુર કરવા એગ્રો ઇનપુટ ડીલરો મોટી ભુમીકા ભજવી શકે છે. તેવું તથ્ય સરકારને ઘ્યાન આવતા તેમણે ફરજીયાત તાલીમ વર્ગો શરુ કર્યા હતા. આ વખતની ટર્મમાં પ૦ થી વધારે ઇનપુટ ડીલરો જોડાયા હતા. આ ઇનપુટ ડીલરો જુનાગઢ સહીત અન્ય જીલ્લાઓમાંથી પણ આ તાલીમ કાર્યક્રમમાં જોડાયા હતા. તાલીમના અંતે યુનિ. દ્વારા પરીક્ષા લેવામાં આવી હતી જેમાં પણ મોટાભાગે ઉર્તીણ થયા હતા ઉતીર્ણ થયેલાઓને કૃષિ યુનિ.ના ડો. એ.એમ. પારખીયાના હસ્તે સર્ટીફીકેટ વિતરણ કરાયા હતા.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,