નિદાહાસ ટ્રોફીના પ્રથમ મેચમાં શ્રીલંકા સાથે મળેલી હારમાંથી શીખ મેળવીને બીજા મુકાબલામાં ભારતે શ્રીલંકાને ૬ વિકેટે હરાવ્યું. વરસાદના વિઘ્ન વચ્ચે શ‚આતથી જ મેચને ૧૯ ઓવર પ્રતિ સાઈડ રમાડવાનું નકકી કરવામાં આવ્યું હતું. રોહિત શર્માએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનું નકકી કર્યું હતું. શ્રીલંકાની શ‚આત પ્રથમ ૨ ઓવરમાં ઘણી જ આક્રમક રહી હતી. શ્રીલંકાએ પ્રથમ બે ઓવરમાં જ ૨૫ રન વિના વિકેટે કરી લીધા હતા પરંતુ ત્યારબાદ ભારતીય બોલરોએ કમબેક કરતા ૩૪ રનમાં શ્રીલંકાની બે વિકેટ લઈ હતી. ત્યારબાદ ભારતીય બોલરોએ લાઈન અને લેન્વ જાળવીને બોલિંગ કરતા શ્રીલંકાની ટીમને એક મોટો ટોટલ કરતા અટકાવ્યા હતા. શાર્દુલ ઠાકુર જેણે પ્રથમ મેચમાં પ્રથમ ઓવરમાં જ ૨૭ રન આપ્યા હતા તેમણે આ મેચમાં ૪ ઓવરમાં ૨૭ રન આપીને ૪ વિકેટ ઝડપી હતી. ભારત તરફથી વોશિંગ્ટન સુંદરે ફરીથી સાતત્યપૂર્ણ બોલિંગ કરતા ૪ ઓવરમાં ૨૧ રન આપી ૨ વિકેટ ઝડપી હતી. શ્રીલંકાએ નિર્ધારિત ૧૯ ઓવરમાં ૯ વિકેટે ૧૫૨ રનનો સ્કોર કર્યો હતો. શ્રીલંકા તરફી કુશાલ મેન્ડિર્સ સર્વાધિક ૫૫ રન કર્યા હતા. ૧૫૩ રનના ટાર્ગેટનો પીછો કરતા ભારતની શ‚આત ઘણી નબળી રહી હતી. માત્ર ૨૨ રનમાં ભારતે બંને ઓપનિંગ બેટસમેનોની વિકેટ ગુમાવી હતી પરંતુ ત્યારબાદ આવેલા સુરેશ રૈનાએ ૧૫ બોલમાં ૨૭, મનિષ પાંડેએ ૩૧ બોલમાં ૪૨ અને દિનેશ કાર્તિકે ૨૫ બોલમાં ૩૯ રન કર્યા હતા. ભારતે ૮૫ રનમાં ૪ વિકેટ ગુમાવ્યા બાદ મનિષ પાંડે અને દિનેશ કાર્તિક વચ્ચે એક મહત્વની ભાગીદારી કે જે વિજયી ભાગીદારી પુરવાર થઈ. બંને વચ્ચે ૬૮ રનની ભાગીદારી નોંધાવામાં આવી. ભારતે ૧૫૩ રનનો ટાર્ગેટ ૧૭.૩ ઓવરમાં ૨ વિકેટના નુકસાન પર પાર પાડયો હતો.
Trending
- Skoda તેની ન્યુ Skoda Enyaq ને અપડેટેડ લુક્સ અને Enyaq કૂપ ફેસલિફ્ટ્સ સાથે કરી લોન્ચ…
- મહાકુંભમાં શાહી સ્નાન ન કરી શકો, તો ઘરે કરો આ કામ,મળશે ખાસ સંયોગનું સંપૂર્ણ પુણ્ય!
- BMW ની R 1300 GS એડવેન્ચર અને S1000 RR ભારત મોબિલિટી એક્સ્પો 2025માં થશે લોન્ચ…
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને તબિયતની કાળજી લેવી, તમારું કૌશલ્ય દેખાડી શકો અને આગળ વધી શકો ,મધ્યમ દિવસ.
- બસ એક શ્રાપ અને ભુતોએ જમાવ્યો આ મહેલ પર કબ્જો
- વલસાડના પારડી સાંઢપોરની પ્રાથમિક શાળાની શિક્ષિકાએ આંતરરાષ્ટ્રીય કક્ષાએ બે સિદ્ધિ મેળવી
- ધ્રાંગધ્રા: અમદાવાદના શખ્સ સાથે રૂ.એકના ડબલ કરવાના ઇરાદે શખ્સો સામે ફરિયાદ નોંધાઈ
- ગુજરાતના યુવાનો પોતાની નિપુણતાના પરિચયથી ‘વિકસિત ભારત’ માટે યોગદાન આપે : રાજ્યપાલ